દાઢે વળગી જશે સ્વાદ, આ રીતે ઘરે જ બનાવો લાલ મરચાનું અથાણું

how-to-make-easy-way-red-chili-pickle-recipe-Valsad-ValsadOnline

અથાણું ભોજનના સ્વાદને અનેક ગણો વધારી દે છે અને તેના વગર ભોજન અધુરુ લાગે છે.

ત્યારે આજે અમે તમારા માટે નવી સ્ટાઇલમાં લાલ મરચાનું ખાટું મીઠું અથાણું કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ.

how-to-make-easy-way-red-chili-pickle-recipe-Valsad-ValsadOnline

    >બનાવવાની રીત:-
  • સૌ પ્રથમ લાલા મરચાને પાણીથી ધોઇને લૂછી લો. પછી તેને નાના ટૂકડામા સમારી લો.
  • હવે જીરૂ, મેથીદાણા, અજમો, વરિયાળી, રાઇને ધીમી આંચ પર તવા પર શેકી લો.
  • પછી દરેક મસાલાની સાથે આદુ અને લસણને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો.
  • હવે મીડિયમ આંચમાં એક પેનમાં તેલ ગરમ કરો.
  • તેલ ગરમ થતા જ તેમા હીંગ, વરિયાળી, રાઇ, હળદર, પીસેલી રાઇ, આમચુર પાવડર, મીઠું. સંચળ. કાશ્મીરી લાલ મરચું ઉમેરીને ધીમી આંચ પર થોડીક સેકન્ડ શેકી લો.
  • હવે તેમા થોડોક ગોળ ઉમેરીને હલાવતા રહો.
  • તેમા મસાલાની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો.
  • હવે સમારેલા લાલ મરચા તેમા મિક્સ કરી લો. ગેસની આંચ બંધ કરીને 3-4 કલાક ઢાંકી દો.
  • ઠંડુ થયા બાદ તેને તડકામાં એક દિવસ માટે રાખો. તૈયાર છે લાલ મરચાંનું ખાટું-મીઠું અથાણું.