Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Food Recipes

મેથી અને પાલકનું સ્વાદિષ્ટ શાક બનાવો

palaka-and-methi-saag-valsad-online-1-Valsad-ValsadOnline

તમે મેથી અને પાલકનું શાક અલગ-અલગ બનાવીને ઘણી વખત ટ્રાય કર્યું હશે. પરંતુ આજે અમે મેથી અને પાલકનું કોમ્બો સાગ કેવી રીતે બનાવાય તે જણાવીશું.
મેથી-પાલકનું મિક્સ શાક..

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ મેથી, પાલક, લસણ અને લીલા મરચાને ધોઇને સમારી લો. હવે તેજ આંચ પર બે વાસણમાં પાણી ઉકાળવા માટે રાખી દો અને એકમાં મેથી બીજામાં પાલકને ઉકાળી લો,
  2. હવે બન્ને ઉકળી જાય એટલે તેને ગળણીથી ગાળી અલગ કરી લો અને ઠંડુ થવા માટે રાખી લો.
  3. બન્ને ઠંડુ થયા બાદ ગ્રાઇન્ડર જારમાં પહેલા મેથી ઉમેરી પેસ્ટ બનાવી લો અને પછી પાલકની પેસ્ટ બનાવી લો.
  4. હવે મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ , લસણ અને લીલા મરચા ઉમેરીને વઘાર કરો. તે બાદ તેમા પાલક અને મેથીની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  5. હવે તેમા જીરા પાવડર અને મીઠું ઉમેરી બે મિનિટ રાખી લો.
  6. હવે તેમા દેશી ઘી ઉમેરી 5 મિનિટ રાખી મૂકો.
  7. તે બાદ ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે ગરમા ગરમ મેથી અને પાલકનું શાક. જેને રોટલી સાથે સર્વ કરો

Related posts

ઘરે બનાવો પનીર રોલ, ફટાફટ ખાશે ઘરના લોકો

ValsadOnline

કાંડલે બેલે અંબોડે ને કર્ણાટકમાં કહેવાય છે મસાલા વડા .

ValsadOnline

5 મિનિટમાં બની જશે,મમરાની ચટપટી ચાટ

ValsadOnline