વર્ષ 2021 શરૂ થઇ ગયુ છે. આગામી વર્ષ સારૂ જાય એવી સૌ કોઇને આશા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ જીવન પર ખાસ અસર કરે છે. જેમાં ગ્રહણની અસર જોવા મળશે. આગામી વર્ષ 2021માં કેટલા સૂર્ય ગ્રહણ અને કેટલા ચંદ્રગ્રહણ થશે અને તેની કેવી અસર રહેશે જાણીલો વિસ્તારથી.

ગ્રહણની દ્રષ્ટિએ પણ નવું વર્ષ ખૂબ જ વિશેષ બનવા જઈ રહ્યું છે. એવું જ્યોતિષીઓ કહે છે આ વખતે બે ચંદ્રગ્રહણ (Chandra grahan 2021) અને બે સૂર્ય ગ્રહણ (Surya grahan 2021) થવાના છે.
2021 નું પ્રથમ સૂર્યગ્રહણ-
2021 માં કુલ બે સૂર્યગ્રહણ છે. વર્ષના મધ્યમાં પ્રથમ સૂર્યગ્રહણ એટલે કે 10 જૂન 2021ના સૂર્ય ગ્રહણ થશે. આ ગ્રહણ ઉત્તર અમેરિકાના ઉત્તરીય ભાગમાં, યુરોપ અને એશિયામાં આંશિક દેખાશે, જ્યારે ઉત્તર કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં પૂર્ણ સૂર્ય ગ્રહણ દેખાશે જેની વધુ અસર થશે. આ ગ્રહણ ભારતમાં આંશિક દેખાતા મધ્યમ અસર રહેશે.
2021 નું બીજું સૂર્યગ્રહણ –
2021નું બીજું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બર 2021ના રોજ થશે. આ ગ્રહણની અસર એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, એટલાન્ટિકનો દક્ષિણ ભાગ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકામાં હશે. ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાશે નહી, તેથી ભારતમાં તેનો સુતક કાળ અસરકારક રહેશે નહીં.