જો તમને કંઇક હળવું ખાવું છે તો આજે અમે તમારા માટે એક સ્વાદિષ્ટ વાનગી લઇને આવ્યા છીએ. ખાસ કરીને મમરાને એક હળવો અને હેલ્ધી ખોરાક માનવામાં આવે છે. એવામાં આજે અમે તમારા માટે મમરાની ટેસ્ટી અને ચટપટી ચાટની રેસીપી લઇને આવ્યા છીએ.
સૌ પ્રથમ સૂકા ધાણા, જીરું, લવિંગ, તજ અને સૂકું કોપરા વગેરેને એકસાથે મિક્સરમાં ક્રશ કરી લો.. એક વાસણમાં તેલ ગરમ કરો અને તૈયાર કરેલો પાઉડર અને મમરા ભેળવો. મમરા ઉપર મસાલો ભળી જાય અને તે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી રહેવા દો. ગેસ બંધ કરીને મમરામાં લાલ મરચા પાઉડર અને મીઠું મિક્સ કરી દો. હવે તમે ઉપરથી કોથમીર, ટામેટા અને ડુંગળી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે ઉપરથી ઝીણી સેવ ઉમેરો. તૈયાર છે ચટપટી મમરા ચાટ…
next post