Valsad Online
Join Telegram Valsad ValsadOnline
News Technology

આકાશ મિસાઇલની નિકાસને કેન્દ્રની મંજૂરી, અત્યારે 42 દેશોને શસ્ત્રો વેચે છે ભારત

akash-missile-Valsad-ValsadOnline
દેશની ઘણી કંપનીઓ વૈશ્વિક કક્ષાનાં શસ્ત્રાસ્ત્રો બનાવે છે. હવે આત્મનિર્ભર ભારત વિચાર અન્વયે આકાશ મિસાઇલની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. 2020 નું વર્ષ વિદાય લઇ રહ્યું છે ત્યારે આ એક મહત્ત્વનો નિર્ણય કેન્દ્રે લીધો હતો,
આકાશ મિસાઇલ ભારતની આગવી ઓળખ છે. એના 996 ટકા પૂર્જા સંપૂર્ણપણે સ્વદેશી છે. આ મિસાઇલ હવામાંથી હવામાં એટલે કે આકાશમાંથી આકાશમાં શત્રુને ઠાર કરી શકે છે. આ મિસાઇલ 2014માં ભારતીય હવાઇ દળે બનાવ્યુ હતું અને પછીના વરસે 2015માં ભારતીય લશ્કરમાં સામેલ કરાયું હતું.

બુધવારે મળેલી કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં આ મિસાઇલની નિકાસના નિર્ણયને બહાલી આપવામાં આવી હતી, હકીકતમાં શસ્ત્રાસ્ત્રોના આંતરરાષ્ટ્રી પ્રદર્શનમાં ભારતે આ મિસાઇલ રજૂ કરેલી. ત્યારે ઘણા દેશોએ આ મિસાઇલ ખરીદવામાં રસ દેખાડ્યો હતો આકાશ ઉપરાંત કાંઠા વિસ્તારમાં સતત બાજનજર રાખતી આપણી સુવિધા, રડાર સિસ્ટમ અને એર પ્લેટફોર્મ ખરીદવામાં પણ કેટલાક દેશોએ રસ દેખાડ્યો હતો. કેન્દ્ર સરકારે આકાશ મિસાઇલની નિકાસને મંજૂરી આપતાં ભારતની શસ્ત્ર નિર્માણ કંપનીઓને વિદેશોમાં પોતાનો માલ વેચવાની તેમજ આ પ્રકારનાં પ્રદર્શનોમાં પોતાની પ્રોડક્ટ રજૂ કરવાની તક મળશે,

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના એક રિપોર્ટ મુંજબ ભારત શસ્ત્રોની આયાતમાં વિશ્વમાં બીજા ક્રમે આવે છે. પરંતુ નિકાસમાં ભારત અત્યાર સુધી ઠીક ઠીક પાછળ હતું. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શસ્ત્રાસ્ત્રોની નિકાસ વધારવાની દિશામાં પહેલ કરી હતી. 2024 સુધીમાં રૂપિયા 35,000 કરોડની નિકાસ કરવાનો લક્ષ્યાંક હાલની કેન્દ્ર સરકારે રાખ્યો હતો. સરકારી આંકડા મુજબ 2016-17માં ભારતે 1521 કરોડની નિકાસ કરી હતી. 2018-19માં એ વધીને 10745 કરોડની થઇ હતી. એટલે કે નિકાસમાં 700 ટકાનો જંગી વધારો નોંધાયો હતો. હવે સરકાર નિકાસ વધારવાની દિશામાં વધુ પગલાં લઇ રહી હતી. એવા એક પગલા તરીકે આકાશની નિકાસનો નિર્ણય લેવાયો હતો.

થોડા દિવસ અગાઉ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે કહ્યું હતું કે ભારત દર વરસે આશરે 17,000 કરોડના ડિફેન્સલક્ષી સાધનોની નિકાસ કરે છે. આગામી ચાર વર્ષમાં એટલે કે 2024 સુધીમાં ડિફેન્સ મટિરીયલની નિકાસ બમણી કરવાની સરકારની ઇચ્છા છે. 2030 સુધીમાં ભારત સૌથી મોટું નિકાસકાર બને એવું સરકારનું સ્વપ્ન છે.

Related posts

पत्नियों को ख़ुश रखने वाले मज़ेदार झूठ

ValsadOnline

PM મોદીની સૂચનાથી પુરાતત્ત્વ સરવે:સોમનાથ મંદિર જેવડું ત્રણ માળનું બાંધકામ ભૂગર્ભમાં; દિગ્વિજય દ્વાર, હિરણના કાંઠે બાંધકામ, બૌદ્ધ ગુફા પાસે ભૂગર્ભ રસ્તા મળ્યા, GPR ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું

ValsadOnline

नए साल में लंबी दूरी की ट्रेनें:रींगस से गुजर रही दिल्ली-मुंबई फ्रेट कॉरिडोर परियोजना (डीएफसी) को क्रॉसिंग फ्री बनाने के लिए 187 करोड़ की लागत से बनाया 26 फीट ऊंचा रींगस-छोटा गुढ़ा ओवरब्रिज

ValsadOnline