Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Gujarat News News

નલિયા 5 ડિગ્રી સાથે ઠંડુંગાર,

naliya-coldest-with-5-degrees-1-Valsad-ValsadOnline
  • રાજકોટમાં 8.8, અમદાવાદમાં 12.4
  • સાબરકાંઠા-દાહોદમાં 3-4 જાન્યુઆરીના વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો

ગુજરાતમાં કોલ્ડવેવ યથાવત્ રહી છે અને ૫ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જોકે, વર્ષ ૨૦૨૧ના પ્રારંભે જ આગામી ૩-૪ જાન્યુઆરીના સાબરકાંઠા-દાહોદમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

naliya-coldest-with-5-degrees-1-Valsad-ValsadOnline

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ ૧ જાન્યુઆરીથી ઉત્તર અરેબિયન સમુદ્રમાં મધ્ય કક્ષાએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ રચાશે. આ પછી ૨થી ૪ જાન્યુઆરીએ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જે આ ટ્રફને વધુ મજબૂત બનાવતાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાઇ શકે છે. આગામી ૨-૩ દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૩ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. ‘ બુધવારે રાત્રે નલિયા ઉપરાંત કેશોદ-ડીસા-રાજકોટમાં ૧૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ૧૨.૪ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૦.૧ ડિગ્રીનો વધારો જ્યારે ૨૪.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩.૭ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૪ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન રહી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં હવે જાન્યુઆરીના બીજા સપ્તાહથી કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૃ થશે.

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી? શહેર તાપમાન

નલિયા ૫.૦

કેશોદ ૭.૬

ડીસા ૮.૩

રાજકોટ ૮.૮

ગાંધીનગર ૧૦.૦

ભૂજ ૧૦.૦

અમરેલી ૧૦.૮

વલસાડ ૧૧.૦

ભાવનગર ૧૨.૧

અમદાવાદ ૧૨.૪

વડોદરા ૧૨.૬

સુરત ૧૪.૮

Related posts

भविष्य के सबसे तेज ट्रांसपोर्ट सिस्टम को आकार देगा 2021, लक्ष्य 1000 किमी प्रति घंटे की गति हासिल करना

ValsadOnline

2020ની તસવીરો, ન ભૂલ્યાં છીએ- ન ભૂલીશું:આગને કારણે 50 કરોડ જાનવરનો ખાત્મો, કોરોનાએ 17 લાખ લોકોના જીવ લીધા; તેમ છતાં ન હાર્યા કે ન હારીશું

ValsadOnline

તમારા કામની તારીખ:માર્ચ પહેલાં આ 8 કામ પર ધ્યાન આપીને તમે નુકસાનથી બચી શકો છો

ValsadOnline