Valsad Online
Join Telegram Valsad ValsadOnline
News

તમારા કામની તારીખ:માર્ચ પહેલાં આ 8 કામ પર ધ્યાન આપીને તમે નુકસાનથી બચી શકો છો

by-focusing-on-these-8-tasks-before-march-you-can-avoid-losses -Valsad-ValsadOnline
  • સરકારે ફાઈનાન્શિયલ યર 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેટલાઈન વધારી દીધી
  • સરકારે પેન્શન લાઈફ સર્ટિફિકેટ ફાઈલ કરવાની ડેડલાઈન 30 નવેમ્બર 2020થી લંબાવીને 28 ફેબ્રુઆરી 2021 કરી

     

    નવું વર્ષ શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં આ વર્ષે તે તમામ મહત્ત્વપૂર્ણ ફાઈનાન્શિયલ ડેડલાઈન વિશે અમે તમને જણાવી રહ્યા છીએ જેને યાદ રાખવી તમારા માટે જરૂરી છે. આ તારીખને તમે તમારા કેલેન્ડરમાં જરૂરથી નોટ કરી લો.

    1. 10 જાન્યુઆરી, 2021: ITR ફાઈલિંગની સમય મર્યાદા
    જો તમે હજી પણ ફાઈનાન્શિયલ યર 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ નથી કર્યું તો, તમારી પાસે 10 જાન્યુઆરી 2021 સુધીનો સમય છે. હકીકતમાં સરકારે ફાઈનાન્શિયલ યર 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન વધારી દીધી છે. અગાઉ ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2020 હતી.

    2. 15 જાન્યુઆરી 2021ઃ ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ
    ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત સરકારે ટેક્સ ઓડિટ રિપોર્ટ સહિત વિવિધ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની સમય મર્યાદા વધારી દીધી. સરકારે ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની તારીખ વધારીને 15 જાન્યુઆરી 2021 કરી દીધી છે.

    3. 31 જાન્યુઆરી 2021ઃ વિવાદથી વિશ્વાસ સ્કીમની અંતિમ તારીખ
    વિવાદથી વિશ્વાસ સ્કીમ અંતર્ગત જાહેરાતની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2021 છે. આ યોજનાની જાહેરાત બજેટ 2020માં ઈન્કમ ટેક્સ વિવાદોનું સમાધાન કરવા અને બાકીના આવકવેરા કેસોને ઘટાડવા માટે કરવામાં આવી હતી. વિવાદથી વિશ્વાસ યોજનાનો હેતુ બાકીના ટેક્સ વિવાદોને ઉકેલવાનો છે.

    4. 15 ફેબ્રુઆરી, 2021ઃ સ્પેસિફાઈડ ઈન્ડિવિઝ્યુઅલ માટે ITR ફાઈલિંગની સમય મર્યાદા
    15 ફેબ્રુઆરી 2021 તે વ્યક્તિઓ માટે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ છે જેમના ખાતાને ઓટિડ કરવાની જરૂર છે અથવા જેમને આવકવેરા કાયદાની કલમ 92E અંતર્ગત રિપોર્ટ પ્રસ્તુત કરવો જરૂરી છે. જો નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડદેવડ કરવામાં આવી છે તો કલમ 92E અંતર્ગત એક રિપોર્ટ ફાઈલ કરવો જોઈએ.

    5. 28 ફેબ્રુઆરી, 2021: GST રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ
    કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે GST ફાઈલ કરવાની તારીખ લંબાવી છે. હવે તમે 28 ફેબ્રુઆરી સુધી GST રિટર્ન ફાઈલ કરી શકો છો. આ વાર્ષિક રિટર્ન દાખલ કરનારા વ્યવસાય સાથે વર્ષ 31, માર્ચ,2020 સુધીના ઓડિટ રિપોર્ટ પર લાગુ થાય છે.

    પહેલા આ તારીખ 31 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2020 કરવામાં આવી હતી. હવે કારોબારી ફોર્મ GST R-9, ફોર્મ GST R-9 Cનો ઉપયોગ કરતા નાણાકીય વર્ષ 2019 માટે વાર્ષિક રિટર્ન ફાઈલ કરી શકાશે.

    6. 28 ફેબ્રુઆરી, 2021: પેન્શન માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવાની ડેડલાઈન
    સીનિયર સિટીઝનને રાહત આપવા માટે સરકારે પેન્શન લાઈફ સર્ટિફિકેટ ફાઈલ કરાવાની ડેડલાઈન વધારીને 28 ફેબ્રુઆરી, 2021 કરી છે. પેન્શનર્સે 28 ફેબ્રુઆરી સુધીમાં લાઈફ સર્ટિફિકેટ ફાઈલ કરાવવું પડશે, જેથી કોઈ પણ અવરોધ વગર પેન્શન મેળવી શકાય. આ સર્ટિફિકેટ એ વાતનું પ્રૂફ હોય છે કે પેન્શનર્સ જીવિત છે. આ સર્ટિફિકેટ જમા ન કરાવા પર પેન્શન મળતું બંધ થઈ શકે છે.

    7. 31, માર્ચ, 2021: PAN-આધાર લિંકની ડેડલાઈન
    સરકારે PANને આધાર સાથે લિંક કરવાની સમય સીમા 30 જૂન, 2020થી 31, માર્ચ 2021 સુધી કરી છે. હાલના કાયદા અનુસાર, જો PAN લિંક નહિ કરવામાં આવે તો તે બંધ થઈ જશે. એક વખત જો તમારું PAN બંધ થઈ જાય તો તમને ફાયનાન્શિયલ લેવડ દેવડમાં તકલીફ પડી શકે છે.

    8. 31 માર્ચ, 2021: LTC કેશ વાઉચર યોજના
    31 માર્ચ, 2021 LTC કેશ વાઉચર યોજના હેઠળ લાભ મેળવવાની છેલ્લી તારીખ છે. કેન્દ્ર સરકારના કર્મચારી 31 માર્ચ 2021 સુધી ખરીદેલી ઈન્શ્યોરન્સ પોલિસીની પ્રીમિયમ રકમ LTC કેશ વાઉચર યોજના હેઠળ કેશ અર્થાત Reimburse કરી શકે છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે બિલનું વાઉચર 31, માર્ચ 2021 સુધી જમા કરાવવું પડશે.

    સરકારે 12 ઓક્ટોબરે LTC કેશ વાઉચર યોજનાની જાહેરાત કરી હતી. તેનો લાભ લેવા માટે કર્મચારીઓએ 12% અથવા તેનાથી વધુ GST ધરાવતી પ્રોડક્ટ્સ અને સર્વિસિસની ખરીદી કરવી આવશ્યક છે. ખરીદીની ચૂકવણી NEFT અથવા RTGS, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ જેવાં ડિજિટલ માધ્યમથી કરેલી હોવી જોઈએ.

Source

Related posts

પારનદીનું સૌદર્ય :ધુમ્મસ વચ્ચે નદી કિનારેથી સૂર્યોદયનો નજારો

ValsadOnline

વલસાડમાં દાદર કેવડિયા ટ્રેન આવી પહોંચી, 50 મુસાફરે ટિકિટ બુક કરાવી, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ટ્રેનથી જિલ્લાના લોકોને ફાયદો

ValsadOnline

ઐતિહાસિક જ્યોતિ મિનારા:વલસાડ શહેરના ઐતિહાસિક જ્યોતિ મિનારાને નવો રંગરૂપ અપાયો

ValsadOnline