ગોળ જ્યાં ભોજનમાં સ્વાદિષ્ટ છે, ત્યારે તે કબજિયાત, દુખાવો અને સોજા જેવી કેટલીય બીમારીઓને પણ દૂર કરે છે. ગોળમાં કૈરોટિન, નિકોટીન, વિટામિન A, વિટામિન B1, વિટામિન B2, વિટામિન C અને આ સાથે જ આયરન અને ફૉસ્ફરસ હોય છે. ગોળનો સ્વભાવ ગરમ હોય છે. નવા ગોળ અલગ-અલગ બીમારીઓ જેવી ખાંસી, અસ્થમા, પેટની સમસ્યા વગેરે માટે સૌથી ઉપયોગી માનવામાં આવે છે. ગોળ પેટના પાચનતંત્રને તંદુરસ્ત બનાવે છે. કબજિયાતથી રાહત અપાવે છે અને ગેસથી રાહત પહોંચાડે છે. ખાંડની સરખામણીમાં ગોળ સવારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ગોળના સેવનથી કેટલીય બીમારીઓ ઠીક થઇ શકે છે. જાણો, ગોળનું સેવન કઇ રીતે ફાયદાકારક છે…
ગોળ સુક્રોઝનો ઉત્તમ સ્ત્રોત હોય છે, પરંતુ તેમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ નથી હોતું.. ગોળથી પાચન સારું થાય છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર હોય છે એવું માનવામાં આવે છે.
ઈમ્યૂન સિસ્ટમને તંદુરસ્ત રાખે છે
ગોળ ખાવાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. કેટલાય કેસમાં જોવામાં આવ્યું છે કે ઝિન્ક અને વિટામિન સીના સપ્લીમેન્ટ કોલ્ડ અને ફ્લૂ જેવા સમસ્તાઓમાં ઘણું ફાયદાકારક છે, પરંતુ ગોળમાં એવું કોઇ પણ તત્ત્વ હોતુ નથી. જો કે તેનું કેલોરી કાઉન્ટ કેટલાય હાઇ હોય છે એવામાં તેને ખાવાથી એનર્જી મળે છે.
વજન ઘટાડવામાં અસરકારક
મીડિયા રિપોર્ટ અનુસાર જો વજન ઓછુ કરવા ઇચ્છો છો તો ગોળના પાણીનું સેવન સૌથી અસરકારક ઔષધિ છે. કેટલાય ડાયેટિશિયન વજન ઓછુ કરવા માટે ગોળના પાણીનું સેવન કરવાની સલાહ આપે છે. જો નિયમિત રીતે ગોળના પાણીનું સેવન સવાર-સવાર ખાલી પેટ કરવામાં આવે તો તેનાથી શરીરની ચરબી ઓછી થઇ શકે છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.