Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Fitness Food

શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે લીલી હળદરના ઔષધિય ગુણો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે .

turmeric-root-and-powder-turmeric-health-benefits-and-advantages-Valsad-ValsadOnline

લીલી હળદર

માં કેટલાય ઔષધિય ગુણ મળી આવે છે જે શરીરને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. એન્ટી-ઇફ્લેમેટરી ગુણોથી ભરપૂર લીલી હળદર કેટલીય બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે ડાયેટમાં લીલી હળદર સામેલ કરો. લીલી હળદરને રૂટિનમાં સામેલ કરીને તમે કેટલીય બીમારીઓથી સુરક્ષિત રહી શકો છો. જાણો, લીલી હળદરના ફાયદાઓ વિશે…

શરદી-ખાંસીમાં ફાયદાકારક
લીલી હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી યૌગિક મળી આવે છે, જે શદરી-ખાંસીથી રાહત અપાવવામાં સહાયક હોય છે. લીલી હળદરને ડાયેટમાં સામેલ કરવાથી તમે શરદી-ખાંસીથી સુરક્ષિત રહી શકો છો.

અનિંદ્રાની સમસ્યાથી છૂટકારો મળે છે
લીલી હળદરના ઉપયોગથી તમે અનિંદ્રાની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકો છો. અનિંદ્રાની સમસ્યાથી પરેશાન લોકોએ દરરોજ સૂતાં પહેલા દૂધમાં લીલી હળદર મિક્સ કરીને ઉકાળી લો અને તેનું સેવન કરો. હળદરવાળા દૂધથી તમને સારી અને ગાઢ નિંદ્રા આવશે.

turmeric-root-and-powder-turmeric-health-benefits-and-advantages-Valsad-ValsadOnline હૃદય માટે ફાયદાકારક
લીલી હળદર કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ હોય છે. હૃદયના દર્દીઓના ડાયેટમાં લીલી હળદર સામેલ કરવી જોઇએ. હૃદય માટે લીલી હળદર ઘણી ફાયદાકારક માનવામાં આવે છે.

ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે
લીલી હળદરમાં લિપોપૉલીસેચ્ચારાઇડ નામનું તત્ત્વ મળી આવે છે જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. તમે ઇમ્યૂનિટી વધારવા માટે ડાયેટમાં લીલી હળદરને પણ સામેલ કરી શકો છો.

લોહીને શુદ્ધ કરે છે લીલી હળદર
લીલી હળદર લોહીને શુદ્ધ કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. લીલી હળદરમાં લોહી શુદ્ધ કરવાના ગુણ મળી આવે છે. લોહી શુદ્ધ કરવા માટે દૂધમાં લીલી હળદર મિક્સ કરી તેનું સેવન કરો.

કોઇ બીમારી હોય તો કોઇ પણ નુસ્ખો અજમાવતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Related posts

લીલા પાંદડાવાળા મૂળા ખાવાથી સ્વાસ્થ્યને કયા ફાયદા થાય છે?

ValsadOnline

કાંડલે બેલે અંબોડે ને કર્ણાટકમાં કહેવાય છે મસાલા વડા .

ValsadOnline

उंधियू, एक पारंपरिक गुजराती सब्जी|

ValsadOnline