Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Cricket News Sports

સિડનીને બદલે મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ:રોહિત 30 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે, ઓપનર તરીકે ટીમમાં સામેલ થઈ શકે છે

rohit-will-join-team-india-on-december-30-and-could-join-the-team-as-an-Valsad-ValsadOnline

કોરોનાના નવા સ્ટ્રેનના વધતા કેસને લીધે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ સિટડીને બદલે મેલબોર્નમાં રમાય તેવી તેવી શક્યતા છે. કોરોનાને લીધે ન્યૂ સાઉથ વેલ્સ સરકારે બોર્ડર સીલ કરી છે. આ સંજોગોમાં ટીમોનું સિડનીમાં પહોંચવાના સંજોગોમાં પ્રોટોકોલને લગતી મુશ્કેલી સર્જાઈ શકે છે. બન્ને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી શરૂ થશે. જ્યારે સિડનીમાં ક્વોરેન્ટીન રોહિત શર્મા બુધવારે મેલબોર્ન શિફ્ટ કરવામાં આવશે.તે ઓપનર તરીકે ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે રોહિત 30 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયાના બાયો-બબલમાં શિફટ થશે. સિડનીમાં કોરોનાના વધતા કેસને જોતા મેલબોર્નમાં જ ત્રીજી ટેસ્ટ માટે સહમતી થઈ ચુકી છે.

સિડનીમાં ટેસ્ટ થઈ, તો ચોથી ટેસ્ટ પર સંકટ


ન્યૂ સુઉથ વેલ્સની રાજધાની સિડની નજીક આવેલ તમામ વિસ્તારોએ પોતાની બોર્ડર સીલ કરાઈ છે.આ સંજોગોમાં જો મેચ રમાશે તો બ્રિસ્બેન (ક્વીંસલેન્ડ)માં 15 જાન્યુઆરીથી યોજાનારી ચોથી મેચ પર સંકટ આવી જશે. કારણ કે ક્વીંસલેન્ડ સરકારે સિડનીથી આવતા લોકો માટે કડક પ્રોટોકોલ લાગૂ કર્યા છે.

ક્વીંસલેન્ડ સરકારે સિડનીથી આવેલ મુસાફકોને સીધા 14 દિવસ માટે ક્વોરેન્ટીન કરવા આદેશ આપ્યો છે. માટે સિડની ટેસ્ટને શિફ્ટ કરી મેલબોર્નમાં યોજવા વિચારણા થઈ રહી છે. સાવધાનીના ભાગરૂપે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઈન્ટરીમ CEO નિક હોકલે પણ 24 ડિસેમ્બરના રોજ MCGને સ્ટેન્ડબાઈ તરીકે તૈયાર રહેવા કહ્યું હતું.

MCGના અધ્યક્ષ ત્રીજી ટેસ્ટ માટે તૈયાર

જ્યારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ના અધ્યક્ષ સ્ટુઅર્ટ ફોક્સે શનિવારે કહ્યું હતું કે અમે ત્રીજી ટેસ્ટ માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે અમને અહીં સારું લાગશે. અમે ઈચ્છીએ છીએ કે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ માટે જે સૌથી સારું હોય તે અંગે અમે અમલ કરીએ. જો એ નક્કી થાય છે કે મેલબોર્ન જ ત્રીજી ટેસ્ટનું યજમાન બનશે તો અમારી સરકાર તાત્કાલિક પોતાનો પ્લાન સોંપશે. અમે આ માટે દર્શકોની સંખ્યા પણ વધારવા વિચાર કરી રહ્યા છીએ. બોક્સિંગડે ટેસ્ટ ખતમ થાય ત્યાં સુધી ત્રીજી ટેસ્ટ અંગે નિર્ણય લેવામાં આવશે.

Related posts

સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હવામાનમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતાં શનિ-રવિવારે માવઠું થવાની આગાહી

ValsadOnline

ઐતિહાસિક જ્યોતિ મિનારા:વલસાડ શહેરના ઐતિહાસિક જ્યોતિ મિનારાને નવો રંગરૂપ અપાયો

ValsadOnline

2020ની તસવીરો, ન ભૂલ્યાં છીએ- ન ભૂલીશું:આગને કારણે 50 કરોડ જાનવરનો ખાત્મો, કોરોનાએ 17 લાખ લોકોના જીવ લીધા; તેમ છતાં ન હાર્યા કે ન હારીશું

ValsadOnline