વર્ષનું છેલ્લું પૂનમ વ્રત 29 ડિસેમ્બર એટલે આજે કરવામાં આવશે. પૂર્ણિમા તિથિ મંગળવાર સવારે લગભગ 7-55થી બુધવારે સવારે 8-58 સુધી રહેશે. આ કારણે વ્રત અને પૂજા મંગલવારે કરવામાં આવશે. ત્યાં જ, આ પર્વમાં પુણ્ય મેળવવા માટે સ્નાન અને દાન બીજા દિવસે એટલે બુધવારે 30 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. આ માગશર મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ રહેશે. તે પછી 31 ડિસેમ્બરથી વદ પક્ષ શરૂ થઇ જશે.
ખરમાસના કારણે મહત્ત્વ વધી ગયુંઃ-
ખરમાસ હોવાથી માગશર પૂર્ણિમાનું મહત્ત્વ વધી ગયું છે. માગશર મહિનાના ભગવાન શ્રીકૃષ્ણ છે. ત્યાં જ, ખરમાસમાં પણ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઇએ. એટલે આ પૂર્ણિમા સર્વ સિદ્ધિદાયક માનવામાં આવે છે. પૂર્ણિમાનું વ્રત રાખવાની સાથે જ સત્યનારાયણ વ્રત કથા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આપણી દરેક પરેશાનીઓ દૂર થાય છે.
ઉચ્ચ રાશિ અને 16 કળાઓ ધરાવતો ચંદ્રઃ-
29 ડિસેમ્બરના રોજ ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. આ દિવસે ચંદ્ર મૃગશિરા નક્ષત્રમાં રહેશે. આ મંગળનો નક્ષત્ર છે. આ દિવસે મંગળવાર હોવાથી વિશેષ સંયોગ પણ બની રહ્યો છે. સાથે જ, ચંદ્ર પોતાની 16 કળાઓથી પૂર્ણ રહેશે. ચંદ્રની આ સ્થિતિ રોગ નાશક અને સારું સ્વાસ્થ્ય આપનાર રહેશે. એટલે આ દિવસે ચંદ્ર પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ રહે છે. આ પૂર્ણિમાના સંયોગમાં શિવલિંગ ઉપર દૂધ અને ગંગાજળ ચઢાવવાથી ગ્રહ દોષ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં રાહત મળશે.
અન્ન પૂર્ણિમાથી અનેક ગણું વધારે પુણ્યઃ-
પં. ગણેશ મિશ્ર જણાવે છે કે, પૂર્ણિમાની ઉદિત તિથિ બુધવારે હોવા છતાંય એક દિવસ પહેલાં જ એટલે મંગળવારે જ વ્રત કરવું યોગ્ય રહેશે. તેના બીજા દિવસે સ્નાન અને દાન કરવામાં આવશે. આ દિવસે પિતૃઓની સંતુષ્ટિ માટે તર્પણ, સ્નાન અને દાન કરવું વિશેષ ફળદાયી રહેશે.
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે માગશર મહિનાની પૂર્ણિમા હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. આ દિવસે સ્નાન પછી સંકલ્પ લઇને ભગવાન સત્યનારાયણને ચોખા, ફૂલ, ધૂપ-દીપ અને નેવેદ્યથી પૂજા કરીને ૐ નમો નારાયણાય મંત્રનો જાપ કરવો જોઇએ. આ પૂર્ણિમાએ કરવામાં આવેલાં દાન અને પૂજાનું ફળ અન્ય પૂર્ણિમાઓથી પણ અનેક ગણું વધી જાય છે.