Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Relationship

રિલેશનશિપમાં એકબીજા સાથે લાગણીઓ શેર કરવી કેમ જરૂરી છે?

relationship-advice-Valsad-ValsadOnline

આપણે મોટાભાગે સાંભળ્યું છે કે વાતચીત એટલે કે કન્વર્ઝેશન રાખવુ તે એક સારા રિલેશનશિપ માટે જરૂરી છે. એવામાં કપલે હંમેશા એકબીજાથી સંવાદ મારફતે સંકળાયેલા રહેવું જોઇએ. તેનું કારણ એ છે કે તેનાથી તેમને પોતાની લાગણીઓને બહાર કાઢવામાં મદદ મળે છે અને તેનાથી તેઓ એકબીજાના વિશે વધુ જાણી શકે છે. જો કે, આજની ભાગદોડ ભરી લાઇફમાં સમય કાઢવો મુશ્કેલ છે, પરંતુ દિવસનો થોડોક સમય પછી તે ડિનર હોય કે લંચ કે જ્યારે બે લોકો સાથે હોય છે. આ દરમિયાન પોતાના પાર્ટનરને પોતાની ફીલિંગ્સ શેર કરો. જાણો, કોઇ રિલેશનશિપમાં પોતાની લાગણીઓને પોતાના પાર્ટનર સાથે વ્યક્ત કરવી કેમ જરૂરી હોય છે. 

લાગણીઓ વ્યક્ત કરવાના આ છે ફાયદા

જ્યારે કપલ પોતાની લાગણીઓ અને વિચારો એકબીજા સાથે શેર કરવાનું શરૂ કરે છે ત્યારે… 

1. પરસ્પર વાત કરતા રહેવાથી રિલેશનશિપમાં આવતી કડવાશ દૂર થાય છે. કારણ કે વાતો કરતા રહેવાથી તેઓ એકબીજાને અને તેમના વિચારોને સમજી અને જાણી શકે છે. જેથી ભવિષ્યમાં તેમને કોઇ સંઘર્ષ કર્યા વગર એકબીજાના દ્રષ્ટિકોણને સમજવામાં મદદ કરે છે. 

2. જ્યારે તે પોતાની લાગણીઓને શેર કરે છે ત્યારે તેઓ એકબીજા પ્રત્યે સહાનુભૂતિનો અનુભવ કરે છે. 

3. તેઓ જેટલું પોતાની લાગણીઓને એકબીજાની સાથે શેર કરે છે તેટલી જ તેમની રિલેશનશિપ મજબૂત અને સાર્થક થાય છે. 

4. જ્યારે બે લોકો પોતાના વિચારો અને લાગણીઓ વિશે વાત કરે છે ત્યારે તેમની વચ્ચે સારું કન્વર્ઝેશન થાય છે. 

અગ્રેસિવ વલણ ન અપનાવશો

છેલ્લા કેટલાક દિવસોના પોતાના પારસ્પરિક સંબંધ વિશે વિચારો. તમે જોશો કે એકબીજા સાથે પોતાની લાગણીઓને વ્યક્ત કરવાથી તમારી પર તેની સારી અસર પડે છે. તમે નિરાશામાં પોતાના પાર્ટનરનો પોતાની નજીક અનુભવ કર્યો છે અને ઘણું શીખ્યું છે. પરંતુ તમારી વાતચીતનું કેન્દ્ર માત્ર તમે છો, માત્ર ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરો, પરંતુ તે વાત પર ધ્યાન કેન્દ્રિત કરો કે તમારું પાર્ટનર તમારી પ્રતિક્રિયાઓ વિશે શું વિચારે અને કહે છે. કપલે આ વાતનું પૂરતું ધ્યાન રાખવું જોઇએ કે છેલ્લી ઘટનાઓ વિશે ફરિયાદ ન કરે. ન તો કોઇ વાત પર એગ્રેસિવ વલણ અપનાવે. તેની જગ્યાએ પોતાની લાગણીઓ અને વિચારોને શેર કરો. 

Related posts

रिसर्च:90% लड़कियों की पसंद खुद से ज्यादा हाईट वाला पति, वहीं 60% ऐसे लड़के से शादी करना चाहती हैं जिसके पास पैसों की कमी न हो

ValsadOnline