Welcome-ઇ.સ.2021

sunrise-photo-new-year-Valsad-ValsadOnline

ઇ.સ.2021 એટલે જીવનમાં પરિવર્તન લાવી, સફળતાના શીખરો સર કરવાનું વર્ષ….


હવે ઇ.સ.૨૦૨૧ના નૂતન વર્ષનો પ્રારંભ થશે. નવું વર્ષ એટલે જીવનની નવી ડાયરીમાં નવું લખવાનો દિવસ. અત્યાર સુધી આપણે જે કાંઈ ભૂલો કરી, તેને ભૂલી જઈએ અને ઉત્સાહ અને ઉમંગ સાથે ફરીથી નવીન રીતે જીવન જીવવાનો પ્રારંભ કરીએ. new-year-Valsad-ValsadOnline

આપણે ઘણી વખત નવા વર્ષમાં નૂતન સંકલ્પો લઈએ છીએ, અને પછી થોડા દિવસમાં પહેલાની જેમ જ જીવન જીવતા થઈ જઈએ છીએ… પછી વર્ષ પૂરું થઈ જાય છે. અને આપણે હતા ત્યાં ના ત્યાં….

શું આ ઇ.સ. ૨૦૨૧ના વર્ષમાં પણ આપણે એમ જ કરવું છે ? નથી કરવું ને ? તો પછી સાવધાન થઈ જઈએ. પ્રાતઃકાળ થાય છે અને નૂતન સૂરજના કિરણો આપણા ઘરમાં પ્રવેશ કરે છે, અને જેમ ઘરમાં પ્રકાશ ફેલાવે છે. તેમ નવા વર્ષમાં આપણા હૃદયમાં પણ નવો ઉજાસ ફેલાવીએ. હૃદયમાં રહેલા કામ, ક્રોધાદિ દોષો અને સ્વભાવો તેને આપણે તજવા જોઈએ. આપણામાં કાંઈક નવીન ચેતના જાગવી જોઈએ.

Happy New Year