Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Inspiration

જીવન મંત્ર:પોતાની યોગ્યતાનો ઉપયોગ યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ જ કરવો જોઇએ

use-your-abilities-at-the-right-time-and-at-the-right-place-Valsad-ValsadOnline

રામકૃષ્ણ પરમહંસને મળવા અનેક લોકો આવતાં હતાં. તેઓ પોતાના ઉપદેશોના કારણે પ્રસિદ્ધ થઇ ગયા હતાં. તે પોતાની મસ્તીમાં રહ્યા કરતાં હતાં. એક દિવસ તેઓ પોતાના કામમાં વ્યસ્ત હતાં. તેમની પાસે થોડા લોકો પણ બેઠા હતાં. ત્યારે જ ત્યાં એક સંત પહોંચ્યા. સંતનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હતું. તેઓ પરમહંસની સામે આવીને ઊભા રહી ગયાં.

સંતે કહ્યું, શું તમે મને ઓળખી રહ્યા નથી? હું પાણી ઉપર ચાલીને આવ્યો છું. મારી પાસે ચમત્કારી સિદ્ધિ છે, જેના દ્વારા હું પાણીમાં ડૂબ્યા વિના ધરતી ઉપર ચાલી શકું છું. મને આ ચમત્કાર કરતાં લોકોએ જોયો છે. અને તમે મને સરખી રીતે જોઇ પણ નથી રહ્યા અને વાત પણ નથી કરી રહ્યાં.

રામકૃષ્ણ પરમહંસે કહ્યું, ભાઇ, તમે ખૂબ જ મોટા વ્યક્તિ છો અને તમારી પાસે સિદ્ધિ પણ છે. પરંતુ, એક વાત હું તમને પૂછવા માગું છું કે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને આટલું નાનું કામ કર્યું છે. નદી પાર કરવી હતી તો હોડી ચાલકને બે પૈસા આપીને નદી પાર કરી શકતાં હતાં. જે કામ બે પૈસામાં કોઇ કેવટની મદદ થઇ શકતી હતી, તેમના માટે તમે આટલી મોટી મહાન સિદ્ધિનો ઉપયોગ કર્યો અને તેનું પ્રદર્શન પણ કર્યું. આ વાત સાંભળીને સંત શરમમાં મુકાઇ ગયો.

બોધ- જો આપણી પાસે કોઇ સિદ્ધિ કે વિશેષ યોગ્યતા છે તો તેનું પ્રદર્શન અને દુરૂપયોગ ન કરો. જે કામ જે પ્રકારે થઇ શકે છે, તેને તે જ રીતે કરવું જોઇએ. યોગ્યતાનો ઉપયોગ યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ જ કરો.

Source

Related posts

માતા દ્વારા બનાવેલા ભોજનનું હંમેશાં સન્માન કરો, કેમ કે આ ભોજનથી જ મનને તૃપ્તિ મળે છે

ValsadOnline

Ambitions – The Driving Force

ValsadOnline

Swami Vivekanand

ValsadOnline