ગરમા ગરમ મસાલેદાર રસમ, શિયાળામાં ભાત સાથે ખાવાની પડશે મજા

buttermilk-rasam-recipe-in-winter-Valsad-ValsadOnline

બટર મિલ્ક એટલે છાશ પીવાથી શરીરને તાજગી મળે છે. શિયાળામાં લોકો તેને પીવાથી દૂર રહે છે જેથી આવા લોકો માટે આજે અમે બટર મિલ્ક રસમની રેસીપી લઇને આવ્યા છીએ જે ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય રસમ. જે મિનિટોમાં બની જશે.

buttermilk-rasam-recipe-in-winter-Valsad-ValsadOnline

બનાવવાની રીત

સૌ પ્રથમ છાશથી રસમ બનાવવા માટે લસણ, આદુ, લીલા મરચા અને ડુંગળીને બારીક સમારી લો.

હવે એક વાસણમાં છાશ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

મીડિયમ આંચ પર પેનમાં ઘી ગરમ કરી લો.

હવે તેમા રાઇ, અડદ દાળ, ચણાની દાળ, જીરૂ,મેથી, સૂકા લાલ મરચા અને કરી પત્તા ઉમેરીને અધકચરા શેકી લો.

હવે લસણ, આદુ, લીલા મરચા, ડુંગળી ઉમેરીને ફ્રાય કરી લો.

તે બાદ તેમા હળદર અને છાશ ઉમેરીને બરાબર મિક્સ કરી 4-5 મિનિટ સીજવા દો. તૈયાર છે છાશની રસમ..

તેને કોથમીરથી ગાર્નિશ કરી ભાત જોડે ગરમા ગરમ સર્વ કરો…