દાનહના સાયલી ખાતે 29 એકરમાં 180 કરોડના ખર્ચે સાયલી સ્પોટ કોમ્પ્લેક્ષ ઉભું કરાયા રહ્યું છે જેમાં હાલ 60 કરોડના ખર્ચે તૈયારીઓ અંતિમ ચરણે આવી પહોચી છે આ ગ્રાઉન્ડમાં આગળ જતા લોકોને બેસવાની કુલ કેપેસીટી 18500 કરશે જેમાં બે ટીમ માટે પેવેલિયન, 300થી વધુ કાર પાર્કિંગ જેની કેપેસીટી આગળ જતા વધારી અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઇ છે.
આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં બીજી અનેક રાષ્ટ્રીય અને આતંરષ્ટ્રીય રમતો જેવીકે આર્ચરી ઓલમ્પિક સાઇઝનો 50 બાય 25 મીટરનો સ્વિમીંગપુલ એની સાથે ડાયવિંગ પુલ પ્રેક્ટિસ પુલ ફૂટબોલ ગ્રાઉન્ડ, સ્કેટિંગ રિંગ, 400 મીટરનો એથલિક રિંગ જેવો સમાવેશ આવતા દિવસોમાં કરશે હાલ ક્રિકેટ ગ્રાઉન્ડની તૈય્યારીઓ પૂર્ણ થવા આવી છે જેનું લોકાર્પણ 2021માં કરાશે.
સાયલીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ:દાનહના સાયલીમાં 60 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ 2021માં લોકો માટે ખુલ્લું મુકાશે

international-cricket-stadium-to-be-opened-to-the-public-in-2021-Valsad-ValsadOnline