Site icon Valsad Online

સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હવામાનમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતાં શનિ-રવિવારે માવઠું થવાની આગાહી

fog-in-ahmedabad-that-vehicle-lights-had-to-be-switched-on-Valsad-ValsadOnline

fog-in-ahmedabad-that-vehicle-lights-had-to-be-switched-on-Valsad-ValsadOnline

મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય થયેલી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધી રહેલી સિસ્ટમ તેમજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને એની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી શુક્રવારે દિવસભર ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. બંને સિસ્ટમની અસરથી અમદાવાદ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી જેવા વિસ્તારોમાં શનિવાર અને રવિવારે વરસાદ થવાની આગાહી છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી 2થી 3 કિમી થઈ હતી. અમદાવાદમાં શુક્રવારે સાંજે 4.30 વાગે એટલું ધુમ્મ્સ હતું કે દિવસે પણ વાહનની લાઇટો ચાલુ કરવી પડી હતી.

તાપમાન 15 ડીગ્રી થતાં ઠંડી ઘટી
અમદાવાદનું લઘુતમ તાપમાન ગુરુવાર કરતાં 2.7 ડીગ્રી વધી 15 ડીગ્રી નોંધાતાં ઠંડીમાં ઘટાડો થયો હતો. જોકે સૌથી વધુ 7.2 ડીગ્રી ઠંડી નલિયામાં નોંધાઈ હતી. હજુ 24 કલાક શહેરમાં ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે.

ક્યાં કેટલું તાપમાન

નલિયા7.2
ભુજ8.6
કેશોદ9.2
રાજકોટ10.1
કંડલા10.1
અમદાવાદ15
વડોદરા14

Source

Exit mobile version