Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Festival Calendar Life Style Religion

પોંગલ મનાવવાની પરંપરા દ્રવિડોના સમયથી ચાલતી આવી છે

happy-pongal-Valsad-ValsadOnline

ભારતમાં અનેક પ્રકારના તહેવાર મનાવવામાં આવે છે. 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ, પંજાબમાં લોહરી અને તમિલનાડું સહિત દક્ષિણ ભારતમાં પોંગલની ઉજવણી થાય છે. આ લહોરી નજીક આવતા જ ખેતરમાં પાક તૈયાર થઈ જાય છે. બીજી તરફ આખુ વર્ષ સારું, યોગ્ય વરસાદ વાળુ અને સુરક્ષિત જાય એ માટે પોંગલ ઉજવાય છે. મકર સંક્રાતી અને લોહરીની જેમ પોંગલ ખેડૂતનો તહેવારો છે. દક્ષિણ ભારતમાં પોંગલ સૌથી મહત્ત્વનો તહેવાર માનવામાં આવે છે. જોકે, પોંગલ ચાર દિવસ સુધી મનાવવામાં આવે છે. તામિલનાડુંમાં આ તહેવાર મોટા પાયે મનાવવામાં આવે છે.તમિલ મહિલના અનુસાર ‘તઈ’ મહિનાની પહેલી તારીખથી આ તહેવાર શરૂ થાય છે.

આ મહિનામાં બધા શુભ કાર્ય કરવામાં આવે છે. આ તહેવાર પર તમિલ લોકો પોતાના ઘરને કોલમથી સુશોભિત કરે છે. જેવી રીતે હિન્દૂ લોકો દિવાળી પર રંગોળી બનાવે છે તેવી જ રીતે તમિલ લોકો આ પર્વ પર લાલ અને સફેદ રંગથી કોલમ બનાવે છે.  સફેદ રંગને વિષ્ણુ અને લાલ રંગને લક્ષ્મીમાતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે કોલમ બનાવીને લક્ષ્મી અને વિષ્ણુને આમંત્રિત કરવામાં આવે છે. એવું લાગે છે કે ઘરમાં નારાયણ અને લક્ષ્મી નિવાસ છે

નવા વર્ષની શરૂઆત થાય છે

તમિલ મહિનાના તઈ મહિનાની પ્રથમ તારીખે તમિલના નવા વર્ષની શરૂઆત થાય છે. આ વખતે આ તહેવાર તા.15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે. પોંગલમાં મુખ્યત્વે સૂર્યની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવતાને પ્રસાદ ધરવામાં આવે છે. જેને પગલ કહે છે. પોંગલના ચાર દિવસ પહેલાના સમયને ભોગી પોંગલ કહે છે. આ દિવસોમાં ઈન્દ્રદેવની પૂજા કરવામાં આવે છે. ઈન્દ્રદેવને પણ ભોગ ધરવામાં આવે છે આ દિવસોમાં ઈન્દ્રને ભોગીના રૂપથી જોવામાં આવે છે.

વરસાદ અને સારા પાક માટે પ્રાર્થના

આ દિવસે વરસાદ અને સારા પાક માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ માટે ખાસ ઈન્દ્રદેવને પ્રાર્થના કરવામાં આવે છે. બીજા દિવસે સૂર્યેદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નવા વાસણમાં ચોખા, મગની દાળ અને ગોળને કેળાના પાન પર શેરડી અને આદુ સાથે પૂજા કરવામાં આવે છે. સૂર્યને અર્પણ માટેના આ પ્રસાદને સૂર્યની હાજરીમાં જ તૈયાર કરવામાં આવે છે. ત્રીજા દિવસને મટ્ટુ પોંગલ કહે છે. નદીં એટલે કે ભગવાન શિવના વાહનને મટ્ટુ કહે છે. આ દિવસે તેની પૂજા કરવામાં આવે છે.

નદીને પણ શિવનો ગણ માનવામાં આવે છે. એક સમયે જ્યારે નંદીથી એક ભૂલ થઈ હતી ત્યારે શિના પ્રકોપથી તેણે ધરતી પર માનવજાની સેવા માટે ધરતી પર મોકલી દેવાયા હતા. આથી પોંગલ મનાવવામાં આવે છે. છેલ્લા દિવસને કન્યા પોંગલ કહે છે. કાલી માતાના મંદિરમાં ખૂબ ધામધૂમથી પોંગલ મનાવવામાં આવે છે. આ દિવસે માત્ર મહિલાઓ જ ઉજવણી કરે છે. કન્યા એટલે માતાજી માનવામાં આવે છે.

Related posts

रिसर्च:90% लड़कियों की पसंद खुद से ज्यादा हाईट वाला पति, वहीं 60% ऐसे लड़के से शादी करना चाहती हैं जिसके पास पैसों की कमी न हो

ValsadOnline

Happy Holi

ValsadOnline

Merry Christmas

ValsadOnline