આ રીતે ઘરે જ બનાવો વેજીટેબલ મોમોઝ જોઇને જ પાણી મોંમાં આવી જશે |
ચાઇનીઝ ફૂડ્સ તો દરેક લોકોને ફેવરિટ હોય છે. મોમોઝ પણ ચાઇનીઝ ડિશ છે. તેને ફ્રાય કરીને કે સ્ટીમર બન્ને રીતે બનાવી શકાય છે. આજે અમે તમને ફ્રાય કર્યા વગરના સ્ટીમડ મોમોઝ વેજીટેરીયન મોમોઝની રેસીપી જણાવવા જઇ રહ્યા છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મોમોઝ…..
સામગ્રી
મોમોઝ માટે
1 કપ – મેંદો
1 ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – પાણી
સ્ટફિગં માટે
1 ચમચી – તેલ
1/2 નંગ – ડુંગળી (સમારેલી)
1 નંગ – લીલા મરચું (સમારેલું)
1/2 ચમચી – આદુ-લસણની પેસ્ટ
1 કપ – કોબીજ
1 નંગ – ગાજર
1/2 કપ – પનીર
1 ચમચી – સોયાસોસ
1 ચમચી – વિનેગર
સ્વાદાનુસાર – મીઠું
2 ચમચી કોથમીર
બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, તેલ,મીઠું અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને લોટ ગૂંથી લો અને એક કલાક માટે સાઇડમાં રાખી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમા ડુંગળી ઉમેરીને નરમ થાય ત્યાં સુધી ચઢવા દો. હવે તેમા લીલા મરચા અને આદુ-લસણની પેસ્ટ ઉમેરીને તેને હલવી સાંતળી લો. હવે તેમા કોબીજ ઉમેરીને ધીમી આંચ પર એક મિનિટ માટે ચઢવા દો. તે પછી તેમા પનીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને સોયા સોસ, વિનેગર ઉમેરી મિક્સ કરી લો. તેમા કોથમીર ઉમેરી ગેસની આંચ બંધ કરી લો. હવે મેંદામાંથી થોડોક મેંદો લઇને નાના બોલની જેમ ગોળ કરી લો. હવે તેને વેલણની સાથે રોટલીની જેમ વણી લો અને તેમા વચ્ચે તૈયાર સ્ટફિંગ ભરી લો. હવે કિનારીથી બંધ કરી લો. આ રીતે અન્ય મોમોઝ બનાવી લો. હવે પેનમાં પાણી ગમર કરી કોઇ ટ્રેમાં કોબીજના પાન રાખીને તેની પર તૈયાર મોમોઝ રાખો. હવે તેને ઢાંકીને સ્ટીમરની સાથે 10 મિનિટ સુધી ચઢવા દો. મોમોઝ બનીને તૈયાર છે. હવે તેને મોમોઝ સોસની સાથે સર્વ કરો.