paneer_kati_roll-Valsad-ValsadOnline

Food

ઘરે બનાવો પનીર રોલ, ફટાફટ ખાશે ઘરના લોકો

By ValsadOnline

January 21, 2021

અત્યાર સુધી તમે વેજ રોલ, એગ રોલ ટ્રાય કર્યા હશે. પરંતુ આજે અમે તમારા માટે પનીરથી ભરપૂર પનીર કાઠી રોલની રેસીપી લઇને આવ્યા છીએ. જેનો સ્વાદ લાજવાબ લાગે છે અને તે સહેલાઇથી બની પણ જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય પનીર રોલ…

બનાવવાની રીત

 

  1. સૌ પ્રથમ એક પરાતમાં લોટ લો અને તેને ગૂંથી લો અને લગભગ 20 મિનિટ સુધી ઢાંકીને રાખો, તે બાગ તેની રોટલીઓબનાવી લો.
  2. હવે મીડિયમ આંચ પર એક કડાઇમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરો.
  3. હવે જીરૂ તતડે એટલે તેમા ડુંગળી અને અન્ય સમારેલા શાક ઉમેરો તે બાદ તેમા મીઠું-મરચું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  4. હવે દરેક શાક અધકચરા સીજી જાય એટલે તેમા પની અને ટોમેટો સોસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  5. તૈયાર મિશ્રણને રોટલી પર ફેલાવીને રોલ બનાવી લો અને તેને તવી પર બરાબર શેકી લો.
  6. તૈયાક છે સ્વાદિષ્ટ પનીર કાઠી રોલ. જેને તમે ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો.