Food

કાંડલે બેલે અંબોડે ને કર્ણાટકમાં કહેવાય છે મસાલા વડા .

By ValsadOnline

March 28, 2021

કાંડલે બેલે અંબોડે કર્ણાટકના આ પ્રખ્યાત મસાલા વડા બનાવો, કહેવાય છે

તમે રોજ વિચારતા હશો કે જમવામાં અને નાસ્તામાં શું બનાવવું તો આજે અમે તમારા માટે કર્ણાટકની પ્રખ્યાત રેસીપી જણાવીશું. કર્ણાટકમાં દરેક મહત્વપૂર્ણ તહેવાર અને ઉત્સવ દરમિયાન મસાલા વડા બનાવવાની પરંપરા છે. આ મસાલ વડા ક્રિસ્પી અને સ્પાઇસી હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મસાલા વડા…

સૌ પ્રથમ એક કપ ચણાની દાળને બરાબર ધોઇને તેને 3-4 કલાક માટે પલાળીને રાખો. જ્યારે ચણા દાળ પલળી જાય તો તેને મિક્સરમાં પીસી લો અને તેમા લીલા મરચા પણ પીસી લો થોડૂંક ઘટ્ટ રાખવું. હવે એક મોટા બાઉલમાં બારીક પીસેલી દાળ અને મરચાની પેસ્ટ લઇ લો હવે આ મિશ્રણમાં સમારેલી કોથમીર, લીમડો, ફુદીનો, હળદર, આદુ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તે બાદ તેમ મીઠું ઉમેરીને ફરીથી મિક્સ કરી લો. હવે એક પેન પર તેલ ગરમ કરવા માટે રાખો. હવે તૈયાર મિશ્રણને હાથમાં લઇ તેને વડા બનાવી લો અને ગરમ તેલમાં તલી લો તે બરાબર બ્રાઉન થઇ જાય એટલે તેને પ્લેટમાં નીકાળી લો.

તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા વડા…