ગુજરાતીઓ વાનગીઓમાં ગુજરાતી ટ્વિસ્ટ ઉમેરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.તો આજે અમે તમારા માટે વધુ એક ગુજરાતી વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ તે ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સેવ ટામેટાનું શાક.
સામગ્રી
5 નંગ – ટામેટા 1/2 કપ – નાયલોન સેવ
1/2 ચમચી – જીરૂ 1/4 ચમચી – રાઇ
1 નંગ – ડુંગળી (સમારેલી) 1 ચમચી – આદુ-લસણની પેસ્ટ
1 નંગ – લીલુ મરચું (સમારેલી) 2 ચમચી – ખાંડ
1/2 ચમચી – લાલ મરચું 1/4 ચમચી – હળદર
1 ચમચી – ધાણાજીરૂ પાઉડર 1/4 ચમચી – ગરમમસાલો
2 ચમચી – કોથમીર(સમારેલી) 2 ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું જરૂરિયાત મુજબ – પાણી
બનાવવાની રીત
સૌ પ્રથમ કઢાઇમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો, હવે તેમા રાઇ અને જીરૂ ઉમેરો.
હવે તેમા ડુંગળી ઉમેરી સાંતળી લો. ત્યાર પછી તેમા આદુ-લસણની પેસ્ટ અને સમારેલા લીલા મરચાં ઉમેરો અને 15-20 સેકન્ડ સાંતળો.
હવે ટામેટા ઉમેરો અને એક મિનિટ માટે સાંતળી લો. ત્યાર પછી તેમા મીઠું, ખાંડ અને હળદર ઉમેરો.તેને બરાબર મિક્સ કરી લો.
હવે તેમા પાણી ઉમેરી લો. જ્યાં સુધી ટામેટા નરમ થાય ત્યાં સુધી તેને ધીમી આંચ પર ચઢવા દો. તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
તેમા લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો,ધાણાજીરૂ પાઉડર અને સેવ ઉમેરી લો. તે બરાબર મિક્સ કરીને તેને 1-2 મિનિટ પછી ગેસની આંચ બંધ કરીને ઉતારી લો. હવે તેને એક બાઉલમાં નીકાળીને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.