Chickpea-Curry-Recipe-Chole-Recipe-Your-Food-Fantasy-Valsad-ValsadOnline

Recipes

ચટપટા ચણા મસાલા બનાવો સ્વાદ કાયમી યાદ રહી જશે

By ValsadOnline

December 29, 2020

શિયાળામાં લીલા ચણા ભરપુર મળે છે. જો કે તમે કાબૂલી ચટપટા ચણા બનાવી તમારા ટેસ્ટ મુજબનુ મેનુ બનાવી શકો છો. તમને ભાત સાથે કે પરોઠા સાથે કે પુરી સાથે આ ચણા ખુબજ પસંદ આવશે.

ચણા મસાલા સામગ્રી:

ચટપટા ચણા મસાલા બનાવવાની પદ્ધતિ

કાબૂલી ચણાને આખી રાત પાણીમાં પલાળીને રાખો. -એક સફેદ કપડાંનો ટુકડો લો. તેમાં વચ્ચેના ભાગે લીલી ચાના પાન મૂકીને કપડાંને વાળી લો અને તેને બાંધી લો. હવે કાબૂલી ચણા અને કપડામાં વિંટેલી ચાના પાનને પ્રેશર કૂકરમાં બાફી લો. આમ કરવાથી ચણા પર બ્રાઉન કલર આવી જશે. તમે ઈચ્છો તો ચાની ભૂકી પણ લઈ શકો છો.

હવે ડુંગળી, ટમેટા અને લીલા મરચાને ઝીણા સમારી લો. આદુ-લસણને પીસીને તેની પેસ્ટ બનાવી લો. એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તમાલ પત્ર ઉમેરી 30 સેકન્ડ માટે સાંતળો. તૈયાર કરેલ પેસ્ટ ઉમેરીને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુંધી સાંતળતા રહો. તેમાં લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો.

બરાબર મિક્સ કરીને 2-3 મિનીટ સુધી પાકવા દો. હવે તેમાં પાણી ઉમેરીને જરૂર પ્રમાણે ઘટ્ટ ગ્રેવી પાકવા દો. તેને ઉકળવા દો. અંતમાં તેમાં બાફેલા ચણા ઉમેરો. બાફેલા ચણાનુ પાણી પણ તેમાં ઉમેરો પણ ચા બાંધેલુ કપડુ દૂર કર્યા પછી જ. હવે ચણા મસાલાને 5-7 મિનીટ સુધી મધ્યમ આંચ પર પાકવા દો. લીલા ધાણાં સાથે ગાર્નિશ કરીને પરોઠા કે જીરા રાઈસ સાથે સર્વ કરો. તમે આની સાથે પુરી પણ ખાઇ શકો છો.