Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Food Recipes

એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ

a-dish-that-can-be-served-in-a-wonderful-tiffin-is-cheese-onion-and-green-pea-risotto-1-Valsad-ValsadOnline

કેવી રીતે બનાવવું

  1. – એક ઊંડા પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર એક મિનિટ સુધી સાંતળી લો.
  2. – તેમાં કાંદા અને લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. – તેમાં ચોખા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. – તે પછી તેમાં લીલા વટાણા, મીઠું અને ૨ ૧/૨ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  5. – છેલ્લે તેમાં ચીઝ અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે- વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. – ગરમ ગરમ પીરસો અથવા તેને સહેજ ઠંડું પાડી ટીફીનમાં ભરી લો.

 

a-dish-that-can-be-served-in-a-wonderful-tiffin-is-cheese-onion-and-green-pea-risotto-1-Valsad-ValsadOnline

 

આ એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી છે જે તમારા બાળકોને જરૂરથી ગમશે. આમ તો બાળકોને ચીઝ દ્વારા બનતી વિવિધ વાનગીઓ બહુ ગમતી હોય છે, પણ વડીલોને આવી ચીઝવાળી વાનગી ટીફીનમાં આપવી એ એક પડકારરૂપ છે કારણકે તેમાં થોડું ચીકટપણું આવી જાય છે. પણ, આ ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ એક મજેદાર વિકલ્પ છે જે ટીફીનમાં પાંચ કલાક સુધી તાજું રહે છે. આ ઉપરાંત અહીં ભાત અને લીલા વટાણા સાથે ખમણેલી ચીઝનું સંયોજન છે જે આ પુલાવને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

Related posts

उंधियू, एक पारंपरिक गुजराती सब्जी|

ValsadOnline

Summer Special તરબૂચના ફાયદા અને તેનું સેવન કરવાના યોગ્ય સમય વિશે…

ValsadOnline

સવારે પીઓ આ ગરમા ગરમ સૂપ

ValsadOnline