whats-app -Valsad-ValsadOnline

News

વ્હોટ્સએપ તમારી દરેક જાણકારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરશે, 8 ફેબ્રુઆરી સુધીમાં શરતો નહીં માનો તો અકાઉન્ટ બંધ કરી દેશે

By ValsadOnline

January 07, 2021

ભારત સહિત દુનિયાના 200 કરોડ વ્હોટ્સએપ યુઝર્સને એક નોટિફિકેશન મળી રહી છે. એમાં જણાવાયું છે કે 8 ફેબ્રુઆરી 2021 સુધી નવી ટર્મ્સ ઓફ સર્વિસ(સેવા શરતો) અને પ્રાઇવસી પોલિસીને એગ્રી(સ્વીકાર) કરો. એવું ન કરતાં તમારું અકાઉન્ટ ડિલિટ કરી દેવાશે, એટલે કે તમે વ્હોટ્સએપ નહીં ચલાવી શકો. નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે હવે વ્હોટ્સએપ તમારી દરેક માહિતી તેની મૂળ કંપની ફેસબુક સાથે શેર કરશે. આ પહેલીવાર છે, જ્યારે વ્હોટ્સએપે લખ્યું કે તે ડેટા ફેસબુક સાથે શેર કરશે. અત્યારસુધીમાં તે આ વાતથી ઈનકાર કરતી રહી છે.

સમજો નવી શરતોમાં તમારા માટે કેટલું જોખમ