Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Gujarat News News

તિથલ દરિયા કાંઠે તરફડિયા મારતું સીબર્ડ મળતાં દોડધામ

seabirds-heading-towards-tithal-beach-Valsad-ValsadOnline
  • પાંખમાં ઇજાથી તરફડિયા મારતું હતું,વન ખાતાને સુપરત

વલસાડના તિથલ સમુદ્રી કાંઠામાં મોટા સુરવાડા ગામના બીચ ઉપર ગુરૂવારે સવારે સી બર્ડ નામનું પક્ષી તરફડિયા મારતું નજરે પડતાં કાંઠે આવેલા એક યુવાને તેનો વીડિયો વાયલર કરી દેતાં બર્ડ ફ્લ્યુની ભીતિ ફેલાઇ ગઇ હતી.આ દહેશતથી પશુપાલન વિભાગ દોડતું થઇ ગયું હતું.વન વિભાગની ટીમ સાથે પશુપાલન વિભાગે તિથલ દરિકા કિનારો ખુંદી કાઢતા આખરે મોટા સુરવાડા બીચ પરથી આ પક્ષીને શોધી કાઢ્યું હતું.જો કે તેની તબીબી તપાસમાં પાંખમા ઇજા અને બર્ડ ફ્લ્યુના કોઇ લક્ષણ ન જણાતાં રાહત ફેલાઇ હતી.

કોરોનાની પરિસ્થિતિ વચ્ચે હાલમાં જ રાજ્યમાં બર્ડ ફ્લ્યુને લઇ સરકારે આરોગ્ય અને પશુપાલન વિભાગને એલર્ટ કરી દીધું છે.આ સાથે વન વિભાગને પણ સતર્ક રહેવા આદેશો જારી કર્યા છે.આ દરમિયાન ગુરૂવારે તિથલ દરિયા કાંઠાના સુરવાડા બીચ પર સી બર્ડ તરફડિયા મારતું મળી આવ્યું હોવાનાવાયરલ વીડિયોની માહિતી મળતાં જ પશુપાલન વિભાગના તબીબ ડો.એચ.બી.પટેલ,રેન્જ ફોરેસ્ટ કચેરીના બીટગાર્ડ રવિન્દ્રકુમાર,તિથલ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર જી.ડી.પટેલ,ગામના આગેવાન સંજય આર.પટેલ,બિજલ પટેલ સહિત આખી ટીમ સ્થળ ઉપર પહોંચી આ પક્ષીની શોધખોળ કરાતાં તિથલ નજીક મોટા સુરવાડા બીચ પરથી આ પક્ષી મળી આવ્યું હતું.

જેની તબીબી તપાસ હાથ ધરાતા તેની પાંખમાં ઇજા થવાથી આ પક્ષી ઉડી શકતું ન હોવાનું નિદાનમાં બહાર આવ્યું હતું.જેના પગલે વિભાગે હાશ્કારો અનુભવ્યો હતો.આ પક્ષીને સારવાર માટે વલસાડ વન વિભાગના ચણવઇ વનચેતના કેન્દ્ર ખાતે મોકલી દીધું હતું.

જળાશય, પોલ્ટ્રી ફાર્મની તપાસ હાથ ધરાઇ
વલસાડ પશુપાલન વિભાગે ગુરૂવારે તિથલ દરિયા કાંઠે મળી આવેલા ઇજાગ્રસ્ત પક્ષીના બનાવ બાદ તાત્કાલિક ચણવઇ સ્થિત મરઘા વિકાસ ઘટકને પોલ્ટ્રી ફાર્મમાં ચેકિંગ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.જો કે તે દરમિયાન ગ્રામ્ય વિસ્તારો તથા તળાવો કે જળાશયો પાસે કોઇ પક્ષીનું અસામાન્ય મોત નોંધાયું ન હોવાનું તારણ બહાર આવ્યું હતું.

સુરવાડા બીચથી પક્ષીના નિદાનનો રિપોર્ટ કર્યો
વલસાડમાં દરિયા કાંઠે તરફડિયા મારતું પક્ષી મળી આવતા બર્ડ ફ્લ્યુની ભીતિ ન ફેલાય તે માટે પશુપાલન વિભાગની ટીમે કિનારે પહોંચી પક્ષીને પકડી લીધું હતું.જે પાંખના ભાગે કોઇક કારણસર ઇજા પહોંચતાં તે ઉડી શક્તુ ન હોવાથી ઉડાન ભરતા પાંખ ફફડાવતું માલુમ પડ્યું હતું.તેના નિદાન બાદ વિભાગે રિપોર્ટ કરી સંબંધિત વિભાગને જાણ કરી હતી.

Source

Related posts

BJP-કોંગ્રેસની એકતા: ધારાસભ્યો-મંત્રીઓના પગારમાં 45 હજારનો વધારો

ValsadOnline

Terrorists lobbed grande and fired on Central Reserve Police Force (CRPF) troops at Achabal Chowk in Anantnag | अनंतनाग में आतंकियों ने CRPF के काफिले पर ग्रेनेड से हमला किया, एक जवान घायल

ValsadOnline

जमानत के मामलों की सुनवाई में देरी पर सुप्रीम कोर्ट सख्‍त, कही ये बात

ValsadOnline