Site icon Valsad Online

વાતાવરણ:વલસાડમાં 8 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકો ધ્રુજી ઉઠ્યા

alsad-people-were-shaken-by-the-cold-wind-blowing-at-a-speed-Valsad-ValsadOnline

alsad-people-were-shaken-by-the-cold-wind-blowing-at-a-speed-Valsad-ValsadOnline

  • સવારે પવનથી ઠંડું વાતાવરણ, પારો 17 ડિગ્રીએ ગગડ્યો
  • જિલ્લામાં સોમવારે સવારે 8 કિમીની ઝડપે ઉત્તરીય પવનો ફુંકાતા વાતાવરણમાં શીત લહેર ફરી વળી હતી.જો કે સ્વચ્છ વાતાવરણ વચ્ચે હવામાં ભેજનું પ્રમાણ 60 ટકા નોંધાયું હતું.બીજી તરફ ઠંડીનો પારો 17 ડિગ્રી નોંધાયો હતો.બપોર પછી મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહ્યો હતો.વલસાડમાં ડિસેમ્બર માસ પૂર્ણ થવાની તૈયારી છે ત્યારે ઠંડા વાતાવરણ વચ્ચે ઉત્તરીય પવનો ફુંકાવાની શરૂઆત થઇ રહી છે.જાન્યુઆરી માસ બેસે તે પહેલાં પવન શરૂ થતાં ઠંડી વધું પડશે તેવા સંકેત મળી રહ્યા છે.

    ઠંડી સાથે પવન ફુંકાવાના કારણે શીત લહેરને લઇ સોમવારે વાતાવરણ સવાર દરમિયાન ઠંડું રહ્યું હતું.વલસાડ સહિત જિલ્લામાં 8 કિમીની ઝડપે પવન ફૂંકાતા લોકો ધ્રુજ્યા હતા.આ સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ 60 ટકા નોંધાયું હતું.જેના પગલે શીતળતા અનુભવાઇ હતી.જ્યારે દિવસ દરમિયા્ન મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાવા છતાં મિશ્ર હવામાન સર્જાયુ હતું.છેલ્લા એક સપ્તાહથી લઘુત્તમ તાપમાન 14 થી 16 ડિગ્રી વચ્ચે ફરતું રહ્યા બાદ સોમવારે 1 ડિગ્રી વધ્યું હતું.

    મળસ્કે ધુમ્મસિયું વાતાવરણ અને ઝાકળ પડ્યું

    વલસાડ જિલ્લામાં પવનની ઝડપ સામાન્ય રીતે 2 કિમીથી વધીને 8 કિમી થવા સાથે મળસ્કે ધુમ્મસિયું વાતાવરણ પણ સર્જાયું હતું.જો કે સૂર્યોદય બાદ ધુમ્મસ વિખેરાય ગયું હતું. શીત લહેરથી ઠંડક અનુભવાઇ હતી.

    Source

    Exit mobile version