Valsad Online
Join Telegram Valsad ValsadOnline
News

કરોડો વર્ષ પહેલા પૃથ્વી પર વિચરતા વિશાળકાય ડાયનાસોર વિશે અનેક પ્રકારના શોધ સંશોધનો થયા છે.

dinosaur-bones-on-moon-Valsad-ValsadOnline

પીટર બ્રેનનના પુસ્તક ધ એન્ડ ઓફ ધ વર્લ્ડમાં દાવો કરવામાં આવ્યો

૬ કરોડ વર્ષ પહેલા અવકાશી પિંડ અત્યંત તેજગતિએ પૃથ્વી સાથે ટકરાયેલો

એક ચોંકાવનારા સંશોધન મુજબ ડાયનાસોર ચંદ્ર કે મંગળ પર રહેતા હોય તેવું પણ માનવામાં આવી રહયું છે. આમ તો ચંદ્ર પર નિલ આર્મસ્ટ્રોગે પ્રથમ વાર પગ મુકયો હતો પરંતુ ૬.૬ કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના અવશેષો પૃથ્વીથી ચંદ્ર અને મંગળ ગ્રહ સુધી પહોંચે તે અજીબ લાગે છે. તેમ છતાં આ દાવો પીટર બ્રેનનના પુસ્તક ધ એન્ડ ઓફ ધ વર્લ્ડમાં કરવામાં આવ્યો છે. પુસ્તકમાં દર્શાવવામાં આવેલી થિએરી મુજબ એક ચિકકસુલબ નામનો એક ખગોળીય પિંડ પૃથ્વી સાથે ટકરાયો હતો. આ ઘટના પછી ભૂકંપ, જવાળામૂખી અને સુનામી દેવી મહા આપતિઓથી પૃથ્વી વિનાશ વેરાયો હતો.

વિશ્વમાં સૌથી ઉંચું શિખર ગણાતા માઉન્ટ એવરેસ્ટ કરતા પણ મોટો ચટ્ટાન જેવો કઠણ અવકાશી પિંડ અત્યંત તેજગતિએ પૃથ્વી સાથે ટકરાયો હોવો જોઇએ. આથી પૃથ્વી પરનું વાતાવરણ અત્યંત ગરમ થઇ ગયું હશે. વાયુમંડળની બહાર પણ છેદ પડી ગયો હોવો જોઇએ તેમાંથી કાળમાળ અંતરીક્ષમાં ફેલાઇને ચંદ્ર કે મંગળ ગ્રહ પર પહોંચ્યો હોયતો તેમાં નવાઇ નથી. અગાઉ પૃથ્વી પર પાંચ જેટલા પ્રલય આવી ચુકયા છે જેમાં જીવ સૃષ્ટિનો વિનાશ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.  પીટર બ્રેનની ખગોળીય પીંડ ટકરાવાની થિએરી સમજાય તેવી છે. ડાયનાસોરના વિનાશનું કારણ દર્શાવતા સંશોધનોમાં પણ ખગોળીય પિંડની થિએરી સમજાવવામાં આવે છે  પરંતુ પૃથ્વી પર રહેતા ડાયનાસોરના અવશેષો તો ચંદ્ર અને મંગળ સુધી પહોંચે એ અશકય હોવાનું ઘણા માને છે. 

Source

Related posts

किसान आंदोलन का 43वां दिन ट्रैक्टर मार्च निकाल रहे,

ValsadOnline

તિથલ દરિયા કાંઠે તરફડિયા મારતું સીબર્ડ મળતાં દોડધામ

ValsadOnline

2020 को क्यों बोलें थैंक्स:जानिए इस साल हमने क्या सीखा

ValsadOnline