Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Education National

રોમાંચક સફર : 100થી વધુ વર્ષ જૂની ગાયકવાડ રાજની હેરિટેજ ટ્રેન.

  • સયાજીરાવ ગાયકવાડે આ છુક છુક ગાડીની શરૂઆત કરાવી હતી.
  • ડાંગથી સાગનું લાકડું આ ટ્રેન મારફત બીલીમોરા લવાતું હતું.

દક્ષિણ ગુજરાતમાં બાપુની ગાડી તરીકે ઓળખાતી હેરિટેજ દરજ્જો ધરાવતી બીલીમોરા-વઘઈ વચ્ચે દોડતી નેરોગેજ ટ્રેન કેન્દ્ર સરકારના રેલ મંત્રાલયે પરવડતી ન હોવાનું કારણ આગળ ધરી કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન સહિત ગુજરાતની આવી 11 અલગ-અલગ નેરોગેજ ટ્રેન બંધ કરવામાં આવી છે, ત્યારે હવે આ ટ્રેનમાં ફરવાની આહલાદક સફર હવે ભૂતકાળ બની ગઈ છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ ટ્રેનની ભેટ ધરી હતી

105 વર્ષ પૂર્વે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1915માં આ બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનની શરૂઆત કરી હતી. આ ટ્રેનમાં 6 ડબ્બા જોડી બીલીમોરાથી વઘઇ દિવસમાં બેવાર દોડાવવામાં આવતી હતી. પોતાની દૂરંદેશી વાપરી સયાજીરાવ ગાયકવાડે આ છુક છુક ગાડીની શરૂઆત કરાવી હતી. આ ટ્રેન શરૂ કરાવવાનો ઉદ્દેશ આદિવાસી વિસ્તારની પ્રજા શહેરો સાથે જોડાઈ શહેરની રીતભાતથી પરિચિત થાય, તેમની કળા કારીગરીની શહેરમાં સારી ઊપજ પ્રાપ્ત થાય એવો હતો. આ ટ્રેન નાનાં બાળકો સહિત મોટેરાઓને પણ રોમાંચક કુદરતી નજારાઓની અનુભૂતિ કરાવે છે.

વિદેશમાં માગ હોવાથી સાગી લાકડાંને બીલીમોરા બંદર લાવી નિકાસ કરાતી
આહવા-ડાંગનાં જંગલોમાં મળતું ઈમારતી સાગી લાકડું જેની વિદેશમાં ભારે માગ હોવાથી એનો વિકાસ તેમજ એને ડાંગથી લાવવા-લઈ જવા આ નેરોગેજ ટ્રેન દ્વારા બીલીમોરા લાવવામાં આવતું હતું, જ્યાંથી બીલીમોરા બંદર પરથી દરિયાઈ માર્ગે વિદેશોમાં પહોંચાડવામાં આવતું હતું.

ટ્રેનને હેરિટેજનો દરજ્જો મળ્યો હતો
આ ટ્રેનને હેરિટેજ ટ્રેનનો દરજ્જો મળ્યો હતો, જેમાં સફર કરવાનો આનંદ આહલાદક બનતો હતો. બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન બીલીમોરાથી નીકળી ગણદેવી, ચીખલી, રાનકૂવા, ધોળીકૂવા, અનાવલ, ઉનાઈ, કેવડી રોડ, કાળાઆંબા, ડુંગરડા થઈ વઘઈ પહોંચી હતી. માત્ર 31 કિલોમીટરની ઝડપે દોડતી આ ટ્રેનને આ મુસાફરીમાં 3 કલાકનો સમય લાગતો હતો.
Source

Related posts

World Sparrow Day

ValsadOnline

નેતાજીની 125મી જન્મજયંતીએ દેશભરમાં કાર્યક્રમો યોજાશે

ValsadOnline

अंतरराष्ट्रीय महिला दिवस : बुलंदियों को छूने वाली महिलाओं की कहानी

ValsadOnline