Valsad Online
Join Telegram Valsad ValsadOnline
national

નેતાજીની 125મી જન્મજયંતીએ દેશભરમાં કાર્યક્રમો યોજાશે

23મી જાન્યુ.એ કોલકાતામાં પીએમ મોદીની હાજરીમાં પ્રથમ પરાક્રમ દિન ઉજવાશે

સુભાષ ચંદ્ર બોઝના 23મી જાન્યુઆરીના જન્મ દિનને સરકારે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. દર વર્ષે સુભાષ ચંદ્ર બોઝના જન્મદિનને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે. 

ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળના કોલકાતામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ પરાક્રમ દિનની ઉજવણી નિમિત્તે હાજર રહેશે. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી આ પ્રસંગે સુભાષ ચંદ્ર બોઝના સૈન્યમાં સામેલ લોકોને યાદ કરશે.

સાથે જ સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતીની ઉજવણી માટે કેન્દ્ર સરકારે એક 85 સભ્યોની હાઇ લેવલની કમિટીની પણ રચના કરી છે. જે 125મી જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં મદદ કરશે. સાથે જ પશ્ચિમ બંગાળના 200 કલાકારો 400 મિટર લાંબા કેનવાસ પર સુભાષ ચંદ્ર બોઝના જીવનને દર્શાવતી પેઇન્ટિંગ બનાવશે. 

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુભાષ ચંદ્ર બોઝના ઓડિશા સિૃથત જન્મસૃથળ કટ્ટકમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે અન્ય એક કાર્યક્રમ ગુજરાતમાં સુરત જિલ્લાના હરિપુરમાં યોજાશે કે જ્યાં 1938માં બોઝને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આવા કાર્યક્રમો અન્ય રાજ્યોમાં યોજવામાં આવશે.

Related posts

Some Interesting fact About Ahmedabad

ValsadOnline