Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Inspiration

આપણે જાણીએ છીએ કે એક દિવસ મૃત્યુ જરૂર થશે, એટલે તેનો સામનો સમજદારીથી કરવો જોઇએ

mahabharata-story-yudhishthir-and-yaksha-life-management-Valsad-ValsadOnline
  • મહાભારતમાં

    ભીમ, અર્જુન, નકુલ-સહદેવે

    યક્ષના પ્રશ્નોનો ઉત્તર આપ્યો નહીં અને તેઓ મૃતક સમાન બની ગયાં હતાં, યક્ષે યુધિષ્ઠિરે પૂછ્યું હતું કે સૌથી મોટું આશ્ચર્ય શું છે?

  • મહાભારતમાં પાંડવોનો વનવાસ ચાલી રહ્યો હતો. એક દિવસ ફરતા-ફરતા તેઓ થાકી ગયા ત્યારે તેઓ એક જગ્યાએ આરામ કરવા માટે રોકાયા. બધાને તરસ લાગી હતી ત્યારે યુધિષ્ઠિરે ચારેય ભાઇઓને એક-એક કરીને પાણીની વ્યવસ્થા કરવા માટે મોકલ્યાં. પરંતુ ચારેય ભાઇ પાછા ફર્યા નહીં ત્યારે યુધિષ્ઠિર પોતાના ભાઇઓને શોધવા માટે ગયાં.

    થોડે દૂર તેમને એક સરોવર જોવા મળ્યું. સરોવરના કિનારે ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ મૃત્યુની અવસ્થામાં પડ્યાં હતાં. યુધિષ્ઠિરે સરોવર તરફ આગળ વધ્યા ત્યારે ત્યાં યક્ષ પ્રકટ થઇ ગયાં. યક્ષે કહ્યું, જો તમે મારા સરોવરનું પાણી પીવા માગો છો તો પહેલાં મારા પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. તમારા ભાઇઓએ મારી વાત માની નહીં અને પ્રશ્નોના ઉત્તર આપ્યાં વિના જ પાણી પી લીધું એટલે તેમની આવી દશા થઇ ગઇ છે. જો તમે મારા પ્રશ્નોના ઉત્તર દેશો તો તમારા ચારેય ભાઈ ફરીથી જીવિત થઇ જશે અને તમે આ પાણી પી શકશો.

    યક્ષે અનેક મુશ્કેલ પ્રશ્નો પૂછ્યા હતાં. યુધિષ્ઠિરે બધાના જવાબ ધૈર્ય સાથે ખૂબ જ સારી રીતે આપ્યાં હતાં. ત્યારે યક્ષે છેલ્લો પ્રશ્ન પૂછ્યો, સંસારમાં આશ્ચર્ય શું છે?

    યુધિષ્ઠિરે ઉત્તર આપ્યો, દરરોજ લોરો મૃત્યુ પામે છે, બધા પોતાની આસપાસના અનેક લોકોને મરતા જોવે છે. છતાંય લોકો મૃત્યુને સમજી શકતાં નથી, પરંતુ તેનાથી બચવા માગે છે. એક દિવસ બધાનું મૃત્યુ થવાનું છે. મને સૌથી આશ્ચર્ય ઘટના આ જ લાગે છે કે બધાને મૃત્યુ પામતા જોઇને પણ વ્યક્તિ સમજી શકતો નથી કે એક દિવસ તેણે પણ મરવાનું જ છે તો પછી ગભરાવું જોઇએ નહીં.

    યક્ષ યુધિષ્ઠિરના જવાબથી સંતુષ્ટ થઇ ગયા અને ચારેય પાંડવોને જીવિત કરી દીધા.

    બોધપાઠ- આપણે પણ આ વાત સમજવી જોઇએ કે જીવન તો જીવો, પરંતુ મૃત્યુથી ગભરાશો નહીં. એક દિવસ બધાનું મૃત્યુ થવાનું જ છે. આ અટલ સત્ય છે.

    Related posts

    Youth Column – Live Young

    ValsadOnline

    “क्रिया प्रभावशाली होनी चाहिये जिससे साफ़ तौर पर अंत का अनुमान लगाया जा सके।”

    ValsadOnline

    लक्ष्य

    ValsadOnline