History

ચૈત્ર નવરાત્રી વિષેશ શિવાજીનાં કુળ દેવી ભવાની માતાનું મંદિર પારનેરા ટેકરીની ટોચ પર વિરાજમાન છે.

By ValsadOnline

April 20, 2021

ભારત દેશ કે જે “ વિવિધતામાં એકતા અને વસુધૈવ કૂટુંબની “ વૈવિધ્યતા ધરાવે છે. એ દેશનુ સુંદર એવુ એક રાજ્ય ગુજરાત અને અને એના 33 જિલ્લામાંનો એક દક્ષિણ ગુજારાતનો જિલ્લો એટ્લે વલસાડ. જે પ્રકૃતિના સૌદર્ય રૂપે અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. ભારતમાં આવેલી મહત્વની પર્વત શ્રીણી જેમાની એક સહિયાદ્રીના ભાગ તરીકે ગણના થતો ડુંગર એટલે પારનેરા . પારનેરા ડુંગર ઐતિહાસિક મંદિરો માટે પ્રસિદ્ધ છે. અહીં આવેલી ટેકરી પર દેવી અંબિકા, ચંડિકા, નવદુર્ગા અને દેવી કાલિકાનાં મંદિર આવેલાં છે. 500 ફૂટની ઊંચાઈએ આવેલું આ મંદિર અંદાજે 550 વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ ચાર દેવીઓ 10 જેટલા સમાજની કુળદેવીઓ છે. તેમજ આ મંદિર છત્રપતિ શિવાજી મહારાજની કુળદેવી તરીકે પણ જાણીતું છે. વરસાદ બાદ પારનેરાની ટેકરીઓ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. નવરાત્રિ દરમિયાન ભક્તો માતાજીનાં દર્શનાર્થે આવે છે. પારનેરા ડુંગર પર દર વર્ષે આઠમનો મેળો પણ ભરાય છે.

પારનેરા ડુંગરની ટોચ પર ત્રણ મંદિરો છે: 1.શ્રી મહા કાલી માતા મંદિર 2.શ્રી ચાંડિકા, શ્રી અંબિકા, શ્રી નવદુર્ગા, શ્રી શીતલા માતા અને હનુમાનજી મંદિર 3.સ્વયંભુ રામેશ્વર મહાદેવ મંદિર

શ્રી મહાકાળી માતા મંદિર પારનેરા ટેકરીની ટોચ પર આવેલું છે. કિલ્લાની દક્ષિણ દિશામાં, ત્યાં એક મોટો પથ્થર છે જ્યાં ગુફા આવેલી છે. ગુફાની અંદર શ્રી મહાકાલી માતાની પ્રતિમા છે. આ ટેકરી પર એક પુરાતત્ત્વીય મંદિર પણ છે, જ્યાં મંદિરમાં શ્રી ચંડિકા, શ્રી અંબિકા, શ્રી નવદુર્ગા, શ્રી શીતલા માતાની પ્રતિમાઓ છે. તેની સામે ભગવાન હનુમાનજીનું મંદિર પણ છે. આ મંદિરની નજીક સ્વયંભુ રામેશ્વર મહાદેવ મંદિર પણ ટેકરી પર સ્થિત છે. એક લોકકથાના આધારે, અહીં પાંચ દેવતાઓ શ્રી ચાંડિકા, શ્રી અંબિકા, શ્રી નવદુર્ગા, શ્રી શીતલા અને શ્રી કાલિકા એકબીજા સાથે અહીં રોકાયા હતા. કોઈ કારણોસર, દેવી કાલિકા ઉદાસ થઈ ગઈ. દેવી કાલિકા ગુફામાં ગઈ હતી. તેથી, ટેકરી પર બે મંદિરો છે. દર ઓક્ટોબરમાં નવરાત્રી દરમિયાન પારનેરા ટેકરી પર વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે.

પારનેરા કિલ્લા પર પાણીના ત્રણ કુંડ છે જેમાં એકત્રિત પાણીનો કોટવાલ, થાણેદાર અને સૈનિકો ઉપયોગ કરતા હતા. જેની સફાઇ સ્થાનિક લોકોએ જ કરી હતી. મુઘલ સલ્તનત સામે શિવાજી ગેરીલા યુદ્વ્ સમ્યે ધનની આવશ્યક્તા માટે સોનાની મુરત ગણાતા સુરત ને લૂતી પચા ફરતી વખતે શિવાજી અહિં રોકત અને પોતાના એક રોકણ દર્મ્યા થયેલ સંગ્રામ વખતે શિવાજી તેમેની ઘોડી પારનેરા નાકાબારી તરીકે ઓલ્ખતી આ બારીમાંથી કુદાવી હોવાની લોકવયકા છે.

પારનેરા ડુંગર વલસાડ શહેરની દક્ષિણ – પૂર્વ દિશામાં ચાર માઇલ દૂર છે. તેની ભૌગૌલિક સ્થિત ૨૦’ ૩૦’ ઉતરે ૭૨’ ૫૫’ પૂર્વમાં આવેલ છે.