naliya-coldest-with-5-degrees-1-Valsad-ValsadOnline

Gujarat News

નલિયા 5 ડિગ્રી સાથે ઠંડુંગાર,

By ValsadOnline

January 01, 2021

ગુજરાતમાં કોલ્ડવેવ યથાવત્ રહી છે અને ૫ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જોકે, વર્ષ ૨૦૨૧ના પ્રારંભે જ આગામી ૩-૪ જાન્યુઆરીના સાબરકાંઠા-દાહોદમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ ૧ જાન્યુઆરીથી ઉત્તર અરેબિયન સમુદ્રમાં મધ્ય કક્ષાએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ રચાશે. આ પછી ૨થી ૪ જાન્યુઆરીએ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જે આ ટ્રફને વધુ મજબૂત બનાવતાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાઇ શકે છે. આગામી ૨-૩ દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૩ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. ‘ બુધવારે રાત્રે નલિયા ઉપરાંત કેશોદ-ડીસા-રાજકોટમાં ૧૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં ૧૨.૪ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૦.૧ ડિગ્રીનો વધારો જ્યારે ૨૪.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩.૭ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૪ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન રહી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં હવે જાન્યુઆરીના બીજા સપ્તાહથી કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૃ થશે.ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી? શહેર તાપમાનનલિયા ૫.૦કેશોદ ૭.૬ડીસા ૮.૩રાજકોટ ૮.૮ગાંધીનગર ૧૦.૦ભૂજ ૧૦.૦અમરેલી ૧૦.૮ભાવનગર ૧૨.૧અમદાવાદ ૧૨.૪વડોદરા ૧૨.૬સુરત ૧૪.૮