ValsadOnline
Join Telegram Valsad ValsadOnline
Gujarat News News

વલસાડમાં દાદર કેવડિયા ટ્રેન આવી પહોંચી, 50 મુસાફરે ટિકિટ બુક કરાવી, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ટ્રેનથી જિલ્લાના લોકોને ફાયદો

dadar-kevadia-train-arrives-in-Valsad-ValsadOnline

સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી મોટી પ્રતિમાને નિહાળવા મુંબઇના દાદરથી કેવડિયા માટે રવાના થયેલી ટ્રેન સોમવારે વલસાડ સ્ટેશન ઉપર બપોરે 1.45 વાગ્યે આવી પહોંચી હતી.જેને રેલવે અધિકારીઓએ આવકારી હતી.આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે વલસાડથી 50 મુસાફરોએ ટિકિટ કન્ફર્મ કરાવી હતી. વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા અને કુદરતી સૌદર્ય સાથેના સંકુલને નિહાળવા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્રેનો શરૂ કરાવી છે.જે પૈકી મુંબઇના દાદરથી કેવડિયાની આ ટ્રેન સોમવારે બપોરે 1.45 વાગ્યે વલસાડ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નં.1 ઉપર આવી પહોંચી હતી.જેને એરિયા મેનેજર અનુત્યાગી,સ્ટેશન માસ્ટર સહિત રેલવે અધિકારીઓએ આવકારી હતી.આ ટ્રેનમાં પ્રથમ દિવસે વલસાડથી 50 ટિકિટ કન્ફર્મ થઇ હતી.કેવડિયા સુધીના સ્ટેશનો પર થોભતી આ ટ્રેનમાં મુસાફરો માટે સારી સુવિધા જોવા મળતા મુસાફરો આનંદિત થયા હતા.

ટ્રેનમાં એસી અને સ્લીપરની સુવિધા છે
આ ટ્રેનને વલસાડનું સ્ટોપેજ મળ્યું તે અહિના મુસાફરો માટે આનંદની વાત છે. દાદર-કેવડિયા-દાદર બપોરે 1.45 વાગ્યે વલસાડ રેલવે સ્ટેશને આવી હતી. એસી અને સ્લીપરની તેમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

Source

Related posts

સિડનીને બદલે મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ:રોહિત 30 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે, ઓપનર તરીકે ટીમમાં સામેલ થઈ શકે છે

વાતાવરણ:વલસાડમાં 8 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકો ધ્રુજી ઉઠ્યા

2021માં સૂર્ય ગ્રહણ અને ક્યારે થશે ચંદ્ર ગ્રહણ, જાણીલો