Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Gujarat News News

વાતાવરણમાં પલટો:જિલ્લામાં વાદળ્યું વાતાવરણ કેરીના ખેડૂતોનાં જીવ અધ્ધર

નવા વર્ષે વરસાદની આશંકા વચ્ચે વાદળછાયું વાતાવરણ સાથે ઠંડીનો પારો 6 ડિગ્રી ગગડી 12 ડિગ્રીએ ઉતરી ગયો

વલસાડ જિલ્લામાં 13 ડિસેમ્બરે માવઠું પડતા રવિપાકના ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. પરંતુ 19 દિવસ બાદ નવા વર્ષના પ્રારંભે જ હવામાનમાં પલટો જોવા મળતાં 43 હજાર હેકટરમાં કરાયેલા કેરીનો પાક તથા 5349 હેકટરમાં શાકભાજી કરનાર ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. સવારથી જ આકાશ વાદળછાયું રહેવા સાથે ઠંડીમાં પણ વધારો નોંધાતા વરસાદની આશંકા પ્રબળ બની હતી. આખો દિવસ વાદળિયા હવામાનને લઇ ચોમાસું વાતાવરણ સર્જાયું હતું. જિલ્લામાં 19 દિવસ અગાઉ માવઠું પડ્યું હતું. 11,12 અને 13 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદની સ્થિતિને લઇ ખેડૂતો ચિંતાગ્રસ્ત સ્થિતિમાં મૂકાઇ ગયા હતા.

આ પરિસ્થિતિ સર્જાયાના 3 સપ્તાહ બાદ ફરીથી માવઠાંની ભીતિ વચ્ચે હવામાનના પલટા સાથે 2021નો પ્રારંભ થયો હતો. સવારથી જ આકાશમાં વાદળો છવાઇ જતાં દિવસભર અંધારિયું વાતાવરણ સર્જાયું હતું. દિવસભર વાદળિયા વાતાવરણ વચ્ચે રવિપાકના ખેડૂતો ભારે મૂશ્કેલીમાં મૂકાયા હતા.હાલમાં શિયાળાની ઋતુ પુરબહારમાં છે ત્યારે જ વાદળિયા હવામાનથી માવઠાંની ફરી આશંકાને લઇ ખેડૂતોમાં ચિંતા વધી ગઇ હતી.ખાસ કરીને કેરી અને શાકભાજીના ખેડૂતો પાકને લઇ

મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો
કાશ્મીર અને ઉત્તરભારતમાં ભારે હિમવર્ષાનો સિલસિલો ચાલી રહ્યો છે, જેની અસર થતાં દ.ગુ.માં હવામાનમાં ફેરફાર નોંધાયો છે.વલસાડ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક પણ વધી ગઇ હતી.શુક્રવારે ઠંડીનો પારો 6 ડિગ્રી ગગડીને સીધો 12 ડિગ્રી સુધી નીચો ઉતરી જતાં લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી હતી. વતા હતો.મહત્તમ તાપમાન 2 ડિગ્રીના ઘટાડા સાથે 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો

હવામાં ભેજનું પ્રમાણ 72 ટકાએ પહોંચ્યું
પ્રથમ દિવસે જ હવામાનમાં થયેલા ફેરફારના પગલે હવામાં ભેજની માત્રા પણ વધી ગઇ હતી.શુક્રવારે જિલ્લામાં ભેજની ટકાવારી 72 ટકા સુધી પહોંચી ગઇ હતી.બુધવારે ભેજ 41 ટકા નોંધાયા બાદ ગુરૂવારે 69 ટકા અને શુક્રવારે 72 ટકા નોંધાતા સતત બે દિવસથી ભેજમાં સતત વધારો નોંધાયો હતો.જેને લઇ વેધક ઠંડીની અનુભૂતિ લોકોએ કરી હતી.

cloudy-weather-in-the-district-the-livelihood-of-mango-farmers-Valsad-ValsadOnline
cloudy-weather-in-the-district-the-livelihood-of-mango-farmers-Valsad-ValsadOnline

કેરીનું ફલાવરિંગ ચાલૂ છે ત્યારે મોર કાળા પડવાની દહેશત
હાલમાં આંબાવાડીઓમાં ફલાવરિંગની પ્રક્રિયા આગળ ધપી રહી છે.કેટલાક ઝાડો પર મોર ખીલી ઉઠ્યા છે.તેવા સંજોગોમાં જ શુક્રવારે ફરીથી હવામાનમાં પલટો આવતાં માવઠાંની ભીતિ ખેડૂતોને સતાવી રહી હતી.જો કે વાદળિયા હવામાનને લઇ સૂર્યપ્રકાશ ન મળે તો મોરવા કાળા પડવાની દહેશતને લઇ કેરીના ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. 
Source

Related posts

पत्नियों को ख़ुश रखने वाले मज़ेदार झूठ

ValsadOnline

Welcome-ઇ.સ.2021

ValsadOnline

2020ની તસવીરો, ન ભૂલ્યાં છીએ- ન ભૂલીશું:આગને કારણે 50 કરોડ જાનવરનો ખાત્મો, કોરોનાએ 17 લાખ લોકોના જીવ લીધા; તેમ છતાં ન હાર્યા કે ન હારીશું

ValsadOnline