Food

વઘેલી ખીચડી ના આ રીતે બનાવો સ્વાદિષ્ટ ગરમા ગરમ પકોડા.

By ValsadOnline

March 27, 2021

ખાસ કરીને લોકો વધેલું ખાવાનું ફેંકી દે છે. પરંતુ ઘણા લોકો રાતે ઘરમાં ખીચડી બનાવે છે પરંતુ તે વધી હોય તો તેને ફેંકી દે છે તો આજે અમે તમારા માટે એક સરસ રેસીપિ લઇને આવ્યા છીએ. જેમા તમે વધેલી ખીચડીથી ગરમા ગરમ પકોડા બનાવી શકો છો.

બનાવવાની રીત સૌ પ્રથમ એક વાસણમાં ખીચડી, ચણાનો લોટ, બટેટા અને કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. તે બાદ અન્ય દરેક મસાલા પણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક કડાઇમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થયા બાદ બેટરને પકોડા જેમ બનાવો અને તેને આછા બ્રાઉન રંગના તળી લો. તે બાદ પ્લેટમાં નીકાળીને કેચઅપ કે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.