Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Food

Summer Special તરબૂચના ફાયદા અને તેનું સેવન કરવાના યોગ્ય સમય વિશે…

ગરમીની ઋતુ આવી ગઇ છે. એવામાં શરીરને ઠંડક આપવા માટે તરબૂચનું સેવન એક સારો વિકલ્પ હશે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે તરબૂચ માત્ર ગરમીથી રાહત આપે છે, અને તેનું સેવન કોઇ પણ સમયે કરી લેવું જોઇએ. તો આ યોગ્ય નથી. આ ગરમીથી રાહત આપવાની સાથે જ, આપણા સ્વાસ્થ્ય માટે પણ કેટલીય રીતે ફાયદાકારક હોય છે. તરબૂચમાં રહેલ પોટેશિયમ, રાઇબોફ્લેવિન, આયર્ન, કેલ્શિયમ, ઝિન્ક, ફાઇબર, નિયાસિન, આયર્ન, વિટામિન-એ, સી, બી અને લાઇકોપીન જેવા કેટલાય પોષક તત્ત્વ હોય છે, જે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.. જાણો, આ શરીરને કેવી રીતે ફાયદો પહોંચાડે છે અને તેના સેવનનો યોગ્ય સમય કયો છે.

હાર્ટ માટે ફાયદાકારક

તરબૂચના સેવનથી અથવા તેનો જ્યુસ પીવાથી, શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલને બનતા અટકાવી શકાય છે. જે હાર્ટ પ્રોબ્લેમ માટે સૌથી મોટું કારણ બને છે. તેમાં મળી આવતા સાઇટ્રલાઇન નામનો પદાર્થ હાર્ટના એથેરોસ્ક્લેરોસિસ પ્રોબ્લેમને દૂર કરવામાં મદદ કરે છે.

પાચન ક્રિયાને તંદુરસ્ત રાખે છે

તરબૂચમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આ બંને જ વસ્તુઓ પાચનક્રિયાને ઠીક રાખવામાં મદદરૂપ થાય છે. તેના સેવનથી પાચનક્રિયા સરખી રીતે કામ કરે છે અને કબજિયાત, ડાયેરિયા તેમજ ગેસ જેવી મુશ્કેલીઓથી પણ છૂટકારો મળે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

તરબૂચનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં કેલોરીનું પ્રમાણ ઓછુ હોય છે અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી પેટ જલ્દી ભરાઇ જાય છે જેનાથી કંઇક અન્ય વસ્તુ ખાવાનુ મન નથી થતું. તેમાં પાણી પણ ઘણું હોય છે જે શરીરમાંથી વિષાયુક્ત પદાર્થોને બહાર કાઢે છે, આ સાથે જ શરીરને ડિહાઇડ્રેટ પણ થવા દેતું નથી.

ઈમ્યૂનિટી મજબૂત થાય છે

તરબૂચના સેવનથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. તેમાં રહેલુ વિટામિન સી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. આ સાથે જ તેમાં રહેલું ફાઇબર આંતરડાને ઠીક રાખે છે અને વિટામિન એ ઈમ્યૂન સિસ્ટમને ઈન્ફેક્શનથી બચાવે છે.

માંસપેશિઓમાં દુખાવાથી રાહત

માંસપેશિઓમાં થતાં દુખાવાથી રાહત મેળવવા માટે પણ તમે તરબૂચનું સેવન કરી શકો છો.. તેમાં રહેલ ઈલેક્ટ્રોલાઇટ્સ અને એમીનો એસિડ સાઈટ્રલાઇન મસલ્સ પેઈનને દૂર કરવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ

તરબૂચ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલ સાઇટ્રલાઇન નામનો એમિનો એસિડ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે જ તેમાં પોટેશિયમ પણ હોય છે જે એક્સરસાઇઝ દરમિયાન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

તરબૂચના સેવનનો યોગ્ય સમય

તરબૂચને ક્યારેય પણ રાતના સમયે ન ખાવું જોઇએ. સામાન્ય રીતે તે દિવસમાં ક્યારેય પણ ખાઇ શકાય છે પરંતુ તેના સેવનનો યોગ્ય સમય બપોરનો છે. ખાસ વાત એ છે કે તેને ખાદ્યા બાદ પાણી, દૂધ, લસ્સી અને કૉલ્ડ ડ્રિન્ક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ.

Related posts

મેથી અને પાલકનું સ્વાદિષ્ટ શાક બનાવો

ValsadOnline

આ રીતે બનાવો બંગાળી મિષ્ટી પુલાવ જોઇને જ મોંમાં પાણી આવી જશે પાણી

ValsadOnline

Let’s making टोमेटो राइस ?

ValsadOnline