Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Fitness

હાડકાંને મજબૂત બનાવવા માટે અજમાવો આ ઘરેલૂ ઉપાય

home-remedies-for-strengthening-bones-1-Valsad-ValsadOnline

ઉંમરની સાથે-સાથે હાડકાં પણ નબળા થતા જાય છે. તેમનામાં તે મજબૂતી નથી રહેતી કે લોકો દરેક કામ ખૂબ જ સરળતાથી કરી લે છે. કેટલાક કિસ્સામાં તો હાડકાં ખૂબ જ નબળા જ થઇ જાય છે અને આ સ્થિતિને ‘ઑસ્ટિયોપોરોસિસ’ કહેવામાં આવે છે. આ કારણથી હાડકાંમાં ફ્રેક્ચર પણ થઇ શકે છે અને ક્યારેક-ક્યારેક તો હાડકાં એટલા નબળા થઇ જાય છે કે પડવાને કારણે તેના તૂટવાનો પણ ડર રહે છે. ઑસ્ટિયોપોરોસિસનું કારણ યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ ન લેવાથી થઇ શકે છે. આ સાથે જ અન્ય પોષક તત્ત્વોની ઉણપ પણ હાડકાંમાં નબળાઇનું કારણ બની શકે છે. જાણો, હાડકાને મજબૂત બનાવવાના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે… 

દરરોજ સફરજનનું સેવન કરો

દરરોજ એક સફરજન ખાવાથી ઑસ્ટિયોપોરોસિસની સમસ્યા ટળી શકે છે. સફરજનમાં પોલીફેનોલ્સ અને ફ્લવોનોઇડ્સ જેવા એન્ટી-ઑક્સીડેન્ટ્સ હોય છે જે હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજનની છાલ સહિત ભોજન વધુ ફાયદાકારક હોય છે. 

તલના બીજ બનાવે છે હાડકાને મજબૂત

પોતાના આહારમાં તલના બીજ મિક્સ કરો. આ ઑસ્ટિયોપોરોસિસને અટકાવવાનો સૌથી સારો ઉપાય છે. હકીકતમાં તલના બીજ કેલ્શિયમથી ભરપૂર હોય છે જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે.. તમે દરરોજ એક મુઠ્ઠી શેકેલા સફેદ તલના બીજનું સેવન કરી શકો છો. તમે તેને ગરમ દૂધમાં પણ નાંખીને પી શકો છો. 

હાડકાંની મજબૂતી માટે અનાનસ પણ છે ફાયદાકારક

અનાનસમાં મેન્ગેનીઝ હોય છે, જે ઑસ્ટિયોપોરોસિસને અટકાવવામાં મદદ કરે છે. હકીકતમાં શરીરમાં મેન્ગેનીઝની ઉણપથી સાંધામાં દુખાવો અને હાડકાં નબળા થઇ શકે છે. એટલા માટે જમતા પહેલા એક નાની વાટકી અનાનસનું સેવન કરો. તમે દરરોજ એક કપ અનાનસનો જ્યુસ પણી પી શકો છો. તેનાથી હાડકાંને મજબૂતી મળે છે. 

માછલીનું તેલ હાડકાને મજબૂત બનાવે છે

જો તમે નોન-વેજીટેરિયન છો તો માછલીના તેલનું સેવન કરી શકો છો. એક રિસર્ચ અનુસાર માછલીનાં તેલમાં પણ રહેલ ઓમેગા-3 ફેટી એસિડ હાડકાઓ અને માંસપેશિઓને થતાં નુકશાનને ઘટાડે છે. જો કે વધુ પ્રમાણમાં માછલીનાં તેલનું સેવન પણ શરીર માટે નુકશાનકારક હોઇ શકે છે. એટલા માટે ઓછા પ્રમાણમાં તેનું સેવન કરો.

Related posts

લીલા પાંદડાવાળા મૂળા ખાવાથી સ્વાસ્થ્યને કયા ફાયદા થાય છે?

ValsadOnline

સારા ડાયટથી બીમારીઓ ભગાવો:એર પોલ્યુશન જીવલેણ છે, ઈમ્યુનિટી વધારતા ડાયટથી તમે સુરક્ષિત રહી શકો છો.

ValsadOnline

લાંબુ જીવન અને તંદુરસ્ત રહેવાનો મંત્ર:ગ્રીન ટી પીઓ, ખાવામાં શાકભાજીનું પ્રમાણ વધારો અને દરરોજ દોડો, પછી ભલે તમે 10 મિનિટ દોડશો તો પણ ચાલશે

ValsadOnline