Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Fitness

લાંબુ જીવન અને તંદુરસ્ત રહેવાનો મંત્ર:ગ્રીન ટી પીઓ, ખાવામાં શાકભાજીનું પ્રમાણ વધારો અને દરરોજ દોડો, પછી ભલે તમે 10 મિનિટ દોડશો તો પણ ચાલશે

drink-green-tea-increase-the-amount-of-vegetables-you-eat-and-run-every-day-even-Valsad-ValsadOnline

નટ્સ મનુષ્યને કેન્સર, સ્ટ્રોક, શ્વાસની બીમારી, મગજની બીમારીથી પણ બચાવે છે
દરરોજ દોડવાની આદતથી મૃત્યુનું જોખમ અમુક હદ સુધી ઘટી જાય છે

દુનિયાભરના વૈજ્ઞાનિકોએ જીવનને હેલ્ધી અને લાંબા જીવન માટે ઘણા રિસર્ચ કર્યા છે. રિસર્ચનાં પરિણામો દર્શાવે છે કે, પોતાની જાતને હેલ્ધી રાખવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે-ગ્રીન ટી, ડ્રાયફ્રૂટ, શાકભાજી અને થોડી મિનિટ સુધી દોડવું. જાણો તેને તમારી લાઈફમાં સામેલ કરીને પોતાને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય છે…

1. ગ્રીન ટી પીવાથી આયુષ્ય વધે છે
બીએમજે ઓપન ડાયાબિટીસ રિસર્ચ એન્ડ કેર જર્નલમાં ઓક્ટબરમાં પબ્લિશ રિસર્ચના અનુસાર, જે લોકોને ડાયાબિટીસ છે તેઓ જો કોફી અથવા ગ્રીન ટી પીવાનું શરૂ કરે છે તો તેઓ અકાળે મૃત્યુથી બચી શકે છે. આ રિસર્ચ 5000 લોકો પર 5 વર્ષ સુધી કરવામાં આવ્યું. જેમને ડાયાબિટીસ નથી તેમના માટે પણ ગ્રીન ટી અને કોફી ફાયદાકારક છે. કોફી અને ગ્રીન ટીમાં ઘણા એવા પ્લાન્ટ કમ્પાઉન્ડ હોય છે જેના એન્ટિ-ઈન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણોને કારણે તે સ્વાસ્થ્ય માટે સારા હોય છે.

2. દોડવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સપ્તાહમાં ઓછામાં ઓછી 75 મિનિટ ઝડપીથી રનિંગ, સાયકલિંગ અને સ્વિમિંગ જેવી એરોબિક એક્સર્સાઈઝ કરવા માટે કહ્યું છે. ઘણા લોકો દરરોજ 35 મિનિટ વોક અથવા જોગિંગ કરે છે.

ગત વર્ષે બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે તમારે દરરોજ દોડવું જોઈએ. ટૂંકા અંતરે દોડશો તો પણ ચાલશે. દોડવાની આદત પણ મનુષ્યને કોઈપણ કારણથી થતા મૃત્યુના જોખમને ઘટાડે છે.

3. દરરોજ થોડા ડ્રાયફ્રૂટ ખાવા
ઓક્સફોર્ડની ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એપિડેમિયોલોજીમાં 2015માં પ્રકાશિત એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, દરરોજ બદામ, અખરોટ, પિસ્તા જેવા નટ્સ ખાવાની આદત જીવનમાં મૃત્યુનું જોખમ ઘટાડે છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે નટ્સનો સૌથી વધુ ફાયદો હૃદયને થાય છે, પરંતુ આ રિસર્ચના અનુસાર, નટ્સ મનુષ્યને કેન્સર, સ્ટ્રોક, શ્વાસની બીમારી, મગજની બીમારી વગેરેથી પણ બચાવે છે.

4. ખાવા-પીવામાં શાકભાજી વધારો
જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિયેશનમાં ગત વર્ષે પબ્લિશ કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, પ્લાન્ટ બેસ્ડ ફૂડને ડાયટમાં સામેલ કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડેથનું જોખમ 32 ટકા ઘટી જાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના કેથરીન ડી મેકમનસ કહે છે કે પ્લાન્ટ બેસ્ડ ડાયટનો અર્થ માત્ર ફળ અને શાકભાજી નથી. તેમાં નટ્સ, સીડ્સ ઓઈલ, હોલ ગ્રેન, બીન્સ વગેરે પણ આવે છે.

Source

Related posts

સારા ડાયટથી બીમારીઓ ભગાવો:એર પોલ્યુશન જીવલેણ છે, ઈમ્યુનિટી વધારતા ડાયટથી તમે સુરક્ષિત રહી શકો છો.

ValsadOnline

શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે લીલી હળદરના ઔષધિય ગુણો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે .

ValsadOnline

5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે તમારા ભોજન માં ઉમેરો

ValsadOnline