Fitness

સારા ડાયટથી બીમારીઓ ભગાવો:એર પોલ્યુશન જીવલેણ છે, ઈમ્યુનિટી વધારતા ડાયટથી તમે સુરક્ષિત રહી શકો છો.

By ValsadOnline

December 21, 2020

17 ડિસેમ્બરે બ્રિટનની એક હાઈકોર્ટે 9 વર્ષની બાળકીના મૃત્યુનું કારણ એર પોલ્યુશન ગણાવ્યું છે. બાળકીનું નામ એલા કિસ્સી ડેબ્રહ (Ella Kissi-Debrah)હતું. આ દુનિયાનો પ્રથમ કેસ છે જ્યારે કોઈ બાળકીનું મૃત્યુ એર પોલ્યુશનથી થયું. એલા લંડનના સાઉથ ઇસ્ટમાં રહેતી હતી, ત્યાં એર ક્વોલિટી ઘણી ખરાબ હતી અને એક વ્યસ્ત રોડ નજીક જ હતો. તેનું મૃત્યુ વર્ષ 2013માં અસ્થમાના ગંભીર અટેકને લીધે થયું હતું. ઘણીવાર તેણે કાર્ડિયાક અરેસ્ટનો સામનો પણ કર્યો છે અને શ્વાસ સંબંધિત બીમારીઓની પણ તકલીફ હતી. મૃત્યુ પછી આવેલા રિપોર્ટમાં ખબર પડી કે એલાએ એર પોલ્યુશન અને અસ્થમાને લીધે દુનિયાને અલવિદા કહ્યું.

આ ઘટનાએ હવે એર પોલ્યુશનથી થતા હેલ્થ રિસ્કથી લોકોને સતર્ક કર્યા છે. ભારતમાં એર પોલ્યુશન એક મોટી સમસ્યા છે. 2019માં દરેક ફેકટર્સમાં ઝેરી કે પ્રદૂષિત હવા સૌથી વધારે જીવલેણ સાબિત થઇ હતી.

દુનિયાના 30 પોલ્યુટેડ શહેરોમાં ભારતના 21 શહેર સામેલ દુનિયાના સૌથી વધારે પોલ્યુટેડ 30 શહેરોમાંથી ભારતના 21 શહેર સામેલ છે. એક સ્ટડી પ્રમાણે ભારતમાં 14 કરોડ લોકો જે હવામાં શ્વાસ લે છે, તે WHOની સેફ લિમિટ કરતાં 10 ગણી પ્રદૂષિત છે. તેમાં સૌથી વધારે 51% ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન, 27% વાહનોથી, 5% ફટાકડાથી પ્રદૂષણ થાય છે. સૌથી મોટું ચેલેન્જ ભારતીયો સામે પોતાનો હેલ્થના રિસ્કનું છે.

રાયપુરના હેલ્થ એક્સપર્ટ નિધિ પાંડેએ કહ્યું કે, વધતા પ્રદૂષણ અને કોરોનાવાઈરસે લોકોના હેલ્થ રિસ્કને વધારી દીધું છે. તે લોકોને ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે. તેનાથી શ્વાસની તકલીફ, ફેફસાં પર અસર, ઈમ્યુનિટી પર અસર અને ઘણા પ્રકારની માનસિક તકલીફો વધી રહી છે.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આપણે એર પોલ્યુશનથી સંપૂર્ણ રીતે સુરક્ષિત ના રહી શકીએ, પરંતુ અમુક ફેરફાર કરીને બચી શકીએ છીએ. અમે તમને કેટલાક ફૂડ વિશે જણાવી રહ્યા છીએ, જેને ડાયટમાં સામેલ કરીને એર પોલ્યુશનથી બચી શકો છો.

ડાયટમાં આ વસ્તુ સામેલ કરો: એક્સપર્ટ કહે છે કે, જો આપણે ડાયટમાં વિટામિન C ધરાવતા ફળો, શાકભાજીઓમાં રૂટ વેજિટેબલ, ફૂડગ્રેન, દૂધ, કેસર અને લસણ-આદુ સામેલ કરીશું તો એર પોલ્યુશનના જોખમને ઓછું કરી શકીએ છીએ. વિટામિન C ધરાવતા ફળો ઉપરાંત શું ખાવું જોઈએ એ જાણવું પણ જરૂરી છે.

આ 5 ગ્રાફિક્સથી સમજીએ કેવા પ્રકારના ડાયટથી એર પોલ્યુશનથી થતી બીમારીઓથી બચી શકાય?

Source