ValsadOnline
Join Telegram Valsad ValsadOnline
Festival Calendar

ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ:ક્રિસમસ શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે, પરંપરાઓ પ્રેમ અને એકતાનો બોધપાઠ આપે છે.

christmas-2018-facts-about-jesus-life-Valsad-ValsadOnline
  • સંત નિકોલસ પહેલા સેન્ટા હતા, તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ઈસુને સમર્પિત કરી દીધું હતું .

દુનિયાભરના લોકો દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ ઊજવે છે. આ ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો, એટલે તેને મોટો દિવસ પણ કહેવાય છે. આ દિવસ માટે ચર્ચને ખાસ સજાવવામાં આવે છે. ક્રિસમસની આગલી રાતે ચર્ચમાં પ્રાર્થના સભા કરવામાં આવે છે, જે રાતે 12 વાગ્યા સુધી ચાલે છે. આ વર્ષે કોરોના સંક્રમણના કારણે અનેક જગ્યાએ આ પ્રાર્થના સાંજે જ કરવામાં આવશે અને થોડી જગ્યાએ ચર્ચ બંધ રહી શકે છે.

પહેલાં જ સંકેત મળી ગયો હતોઃ-
માન્યતા પ્રમાણે ઈસુના જન્મ પહેલાં જ ભવિષ્યવાણી થઇ ગઈ હતી કે ધરતી ઉપર એક ઈશ્વરના પુત્રનો જન્મ થશે, જે લોકોનો ઉદ્ધાર કરશે. ઈશુના જન્મના પહેલાં સમાચાર ગડરિયોને મળ્યાં હતાં. કહેવાય છે કે, તે સમયે એક તારાએ ઈશ્વરના જન્મનો સંકેત આપ્યો હતો. 30 વર્ષની ઉંમર સુધી તેમણે અનેક જગ્યાએ ફરીને લોકોને શિક્ષણ આપ્યું. ઈશુને તેમના મૃત્યુની પહેલાં જ જાણ થઇ ગઇ હતી. તેમણે પોતાના અનુયાયીઓને આ અંગે જણાવી દીધું હતું. એવું પણ માનવામાં આવે છે કે, તેમણે ક્રોસ ઉપર લટકાવીને મૃત્યુ આપનાર લોકો માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે પ્રભુ તેમને માફ કરજો તેઓ નાદાન છે.

શાંતિ વિના અસ્તિત્વ નથીઃ-
ક્રિસમસ શાંતિનો સંદેશ લાવે છે. પવિત્ર શાસ્ત્રોમાં ઈસુને શાંતિના રાજકુમાર કહેવામાં આવ્યાં છે. ઈસુ હંમેશાં અભિવાદન સ્વરૂપમાં જ કહેતાં હતાં કે, શાંતિ તમારી સાથે હોય, શાંતિ વિના કોઇનું અસ્તિત્વ શક્ય નથી. ઘૃણા, સંઘર્ષ, હિંસા અને યુદ્ધના ધર્મને ઈસુના ધર્મમાં કોઇ જગ્યા આપવામાં આવી નથી. લગભગ આ જ કારણ છે કે ક્રિસમસ કોઇ એક દેશ કે રાષ્ટ્રમાં નહીં, પરંતુ દુનિયાભરમાં ધૂમધામથી ઊજવવામાં આવે છે.

સંત નિકોલસ પહેલા સેન્ટા હતાઃ-
સંત નિકોલસે પોતાનું સંપૂર્ણ જીવન ઈસુને સમર્પિત કરી દીધું હતું. તેઓ ઈસુના જન્મદિવસના અવસરે રાતના અંધારામાં બાળકોને ગિફ્ટ આપતાં હતાં. આ જ સંત નિકોલસ બાળકો માટે સેન્ટા ક્લોઝ બની ગયા અને ત્યાંથી આ નામ આખા વિશ્વમાં લોકપ્રિય બની ગયું.

પ્રેમ અને એકતા માટે પરંપરાઃ-
ક્રિસમસ દરમિયાન ભગવનની પ્રશંસામાં લોકો કેરોલ ગાય છે. આ દિવસે લોકો પોતાના ઘરને ક્રિસમસ ટ્રીથી સજાવે છે. ઘરના દરેક ખૂણામાં પ્રકાશ કરે છે. સવારે ચર્ચમાં થનારી પ્રાર્થના પછી લોકો એકબીજાના ઘરે મળવા જાય છે અને શુભકામનાઓ આપે છે.

Related posts

Happy Valentine’s Day

Happy Friendship Day

Merry Christmas