Education

કોલકાતામાં હુગલી નદીની નીચેથી પસાર થઈ દેશની પહેલી અંડર વોટર ટ્રેન

By ValsadOnline

April 13, 2023

કોલકાતામાં પરીક્ષણ કરવામાં આવી રહેલી અંડરવોટર મેટ્રો ટ્રેન હુગલી નદીના પૂર્વ કિનારે એસ્પ્લેનેડ અને પશ્ચિમ કિનારે હાવડા મેદાનને જોડે છે. હાવડા મેટ્રો સ્ટેશન જમીનથી 33 મીટર નીચે છે અને તે દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન છે.

બેટરી સંચાલિત એન્જિન સિયાલદાહથી એસ્પ્લાનેડ સુધીની ટ્રેનો બેટરી એન્જિન દ્વારા ચલાવવામાં આવશે કારણ કે ટ્રેક પર ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું નથી. કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન (KMRC)એ જણાવ્યું છે કે આગામી થોડા મહિનામાં ટ્રેન નિયમિતપણે દોડવાનું શરૂ કરશે. આ સાથે ભારત એવા દેશોની યાદીમાં સામેલ થઈ જશે જ્યાં મેટ્રો ટ્રેન પાણીની નીચે ચાલે છે.

દેશની પ્રથમ મેટ્રો કોલકાતામાં જ દોડી હતી જણાવી દઈએ કે દેશની પ્રથમ મેટ્રો સેવા પણ વર્ષ 1984માં કોલકાતામાં જ શરૂ કરવામાં આવી હતી. આ પછી, બીજી મેટ્રો વર્ષ 2002માં દિલ્હીમાં દોડાવવામાં આવી. હવે ઘણા શહેરોમાં મેટ્રો સેવા શરૂ થઈ ગઈ છે.

મેટ્રો લંડન અને પેરિસની તર્જ પર દોડશે ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન લંડન-પેરિસની તર્જ પર દોડાવવામાં આવી રહી છે. આ અંડરવોટર મેટ્રોની સરખામણી લંડનના યુરોસ્ટાર સાથે કરવામાં આવી રહી છે, જે લંડન અને પેરિસને પાણીની અંદરની રેલ લિંકથી જોડે છે.