Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Bollywood

રશ્મિ રોકેટ’ નું શૂટિંગ કચ્છના રણમાં

rashmi-rocket-valsad-Valsad-ValsadOnline

ફિલ્મમાં તાપસી પન્નુ દેખાશે કચ્છી ગ્રામીણ દોડવીર

કચ્છના વિવિધ લોકેશન પર ફિલ્માવવામાં આવતી હિન્દી મૂવી હંમેશા ખાસ વિષય પર બની છે. લગાન,ભુજ-ધ પ્રાઈડ ઓફ ઈન્ડીયા વગેરે વિશિષ્ટ વિષય પર આધારિત છે. એવી જ એક ફિલ્મ કે જેમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે અને જે કચ્છની ગ્રામીણ મહિલા રશ્મિના પાત્રમાં છે. તેનું અંતિમ તબક્કાનું શુટિંગ આવતા સપ્તાહથી કચ્છના રણમાં શરૂ થાય છે.

આકર્ષ ખુરાના દિગ્દર્શિત અને રોની સ્ક્રુવાલા પ્રદર્શિત ફિલ્મ ‘રશિમ રોકેટ’ નું રાંચી અને પૂનામાં મોટેભાગે શુટિંગ થઈ ગયું છે. કચ્છી મહિલાની ગ્રામ્ય કક્ષાએથી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ સુધી કઈ રીતે પહોંચે છે, તેમાં આવતા અનેક વિઘ્નોને ફિલ્માવવામાં આવી છે. આ ફિલ્મ માટે તાપસીએ જિમ ટ્રેનર પાસેથી મસલ્સ બનાવ્યા છે, તો દરરોજ કલાકો સુધી કસરત, રનિંગ કરી પાત્ર અનુરૂપ ફિટનેસ બનાવી છે. કાલ્પનિક કચ્છી યુવતી માટે તાપસીનો ગેટ અપ ખાસ અહીંની ગામડાની યુવતી દેખાય તેવા ચાંદીના દાગીના, કચ્છી ચણીયા અને ચોળી વસ્ત્રો પરિધાન કર્યા છે. ચૌદ દિવસ ચાલનારા શૂટિંગમાં રશ્મિ રણની પશ્ચાદભૂમાં દોડતી નજરે પડશે. આ ફિલ્મ માટે તાપસી ખૂબ જ ઉત્તેજિત છે, તેના શબ્દોમાં કહીએ તો, આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળીને તરત તૈયાર થઈ હતી, અને પાત્ર મુજબ વર્ક આઉટ શરૂ કરી દીધું હતું.

Related posts

ધૂમ 4′:પહેલીવાર રીતિક અને જ્હોન ‘ધૂમ 4’માં સાથે જોવા મળશે, દીપિકા પાદુકોણ લેડી વિલનની ભૂમિકામાં જોવા મળશે

ValsadOnline

एक झलक उन सितारों की

ValsadOnline

अमिताभ बच्चन की फिल्म दीवार की मशहूर एक्ट्रेस परवीन बॉबी

ValsadOnline