Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Beauty Tips

માટીમાં મળી આવતા બેક્ટેરિયાથી 100% પ્રાકૃતિક હેર કલર બનાવ્યો, દાવો-કોઈ આડઅસર નહિ

scientists-created-100-natural-hair-color-from-bacteria-found-in-soil-no-side-effects-Valsad-ValsadOnline
  • પંજાબ યુનિવર્સિટીના સંશોધકોએ 7 વર્ષની મહેનત પછી આ પેટન્ટ ફાઈલ કરી
  • લેબ કન્ડિશન પર 20 શેમ્પૂ કર્યા પછી પણ કલર ટક્યો, સામાન્ય સ્થિતિમાં 10 શેમ્પૂ સુધી રહેશે

    ઉંમર પહેલાં વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય છે. જ્યારે તેને ડાઈ કરવામાં આવે તો કેમિકલને લીધે વાળ ખરે છે અને બાકીના વાળ પણ સફેદ થઈ જાય છે. આ સમસ્યાથી પરેશાન લોકો માટે પંજાબ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ 100% પ્રાકૃતિક હેર કલર તૈયાર કર્યો છે. ખાસ વાત એ છે કે તેને માટીમાં રહેલા એક બેક્ટેરિયાથી તૈયાર કરવામાં આવ્યો છે. તેની કોઈ આડઅસર નથી.

    બેક્ટેરિયાને આઈસોલેટ કરી કલર બનાવ્યો
    પંજાબ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજીના વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયાને આઈસોલેટ કરી કલર તૈયાર કર્યો છે. આશરે 7 વર્ષથી તેના પર કામ ચાલી રહ્યું હતું અને હવે યુનિવર્સિટીએ પેટન્ટ ફાઈલ કરાવી છે. ‘કેમિકલ ફ્રી યુઝર ફ્રેન્ડલી હેર ડાઈંગ ફોર્મ્યુલેશન’ના ઈન્વેન્ટર નવીન ગુપ્તા છે. તેમની સાથે તેમના વિદ્યાર્થીઓ ડૉ. દીપક કુમાર, રાહુલ વરમૂટા અને કો ઈન્વેન્ટર પ્રોફેસર પ્રિન્સ શર્મા છે.

    આ રીતે હેર કલર તૈયાર કરવામાં આવ્યો
    પ્રોફેસર ગુપ્તાએ જણાવ્યું કે, જ્યારે હેર ડાઈ કરવામાં આવે છે ત્યારે એક કલર હોય છે અને એક ડેવલપર હોય છે. બંનેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ડેવલપરમાં હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે અને વાળમાં કલર જળવાઈ રહે તે માટે એમોનિયાનો ઉપયોગ થાય છે. એમોનિયા ફ્રી હેર ડાઈના વિકલ્પ તો છે પરંતુ બાકીના કેમિકલના કોઈ વિકલ્પ નથી.

    કલરમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ કેમિકલની જરૂરિયાત નથી
    પ્રોફેસર ગુપ્તાએ એક બેક્ટેરિયા પર રિસર્ચ કર્યું તેનું નામ આલ્કાલાઈન છે. ધીરે ધીરે તેમણે આ ક્ષેત્રે વધુ રિસર્ચ કર્યું અને માલુમ પડ્યું કે કલરમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ ઉમેરવાની જરૂરિયાત નથી. સલૂનમાંથી વાળ લઈ તેમણે લેબમાં પ્રયોગ કર્યો. લેબ લેવલે આ કલર 15-20 શેમ્પૂ સુધી ટકેલો રહ્યો જ્યારે સામાન્ય સ્થિતિમાં તે 10 શેમ્પૂ સુધી રહે છે.

    રિસર્ચરે પહેલાં પાણી પર કામ કર્યું
    નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના રેંકિંગમાં IIT પછી ટોપ યુનિવર્સિટીમાં પંજાબ યુનિવર્સિટીનું સ્થાન આવે છે. આ પ્રકારના રેન્કિંગમાં સૌથી વધારે અંક શોધના જ મળે છે. એક અન્ય પ્રાઈવેટ વર્લ્ડ એજ્યુકેશન રેન્કિંગ 2021ના ડેટા પ્રમાણે, પંજાબ યુનિવર્સિટી દેશમાં ચોથા નંબરે છે. રિસર્ચર ડૉ. નવીન ગુપ્તા સુખના લેકમાં નદી અને ટર્શરી વૉટરના ઉપયોગ પછી પાણીમાં આવનારી દુર્ગંધ સહિત ચંદીગઢની અનેક સમસ્યાઓનું સમાધાન કરી ચૂક્યા છે.

    Source

Related posts

5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે તમારા ભોજન માં ઉમેરો

ValsadOnline

શું તમે પણ સફેદ અને ખરતા વાળથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ તેલનો સરળ ઉપાય…

ValsadOnline