નવા વર્ષમાં ગૃહ પ્રવેશ માટે 22 અને લગ્ન માટે 51 શુભ મુહૂર્ત રહેશે. ત્યાં જ, મુંડન સંસ્કાર માટે ફેબ્રુઆરીથી જૂનની વચ્ચે 23 જ શુભ મુહૂર્ત રહેશે. પછી ડિસેમ્બર સુધી મુહૂર્ત રહેશે નહીં. આ સિવાય નામકરણ સંસ્કાર, સગાઈ સહિત મોટી ખરીદદારી માટે દર મહિને શુભ મુહૂર્ત રહેશે. આ પ્રકારે નવી શરૂઆત અને શુભ કાર્યો માટે આ વર્ષે અનેક શુભ સંયોગ રહેશે.
લગ્ન મુહૂર્તઃ વર્ષનું પહેલું લગ્ન મુહૂર્ત 18 જાન્યુઆરીના રોજ છે. તે પછી એપ્રિલમાં 8 મુહૂર્ત રહેશે. મે મહિનામાં 15, જૂનમાં 9 અને જુલાઈમાં 5 દિવસ મુહૂર્ત રહેશે. પછી દેવશયન થવાથી 4 મહિના સુધી તેના માટે મુહૂર્ત રહેશે નહીં. તે પછી નવેમ્બરમાં લગ્ન માટે 7 અને ડિસેમ્બરમાં 6 મુહૂર્ત રહેશે.