Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Astrology Thoughts

આ વસ્તુઓ પર ક્યારેય અહંકાર ન કરવો.

chanky-sandesh-Valsad-ValsadOnline

ભારતના અગ્રણી વિદ્વાનોમાં ગણાતા આચાર્ય ચાણક્યની નીતિઓ વ્યક્તિને ભવિષ્યમાં સફળ થવાની અને નિરાશાને દૂર કરવાનો રસ્તો બતાવે છે. આ જ કારણે આજે પણ ચાણક્યની નીતિઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ચાણક્ય નીતિમાં એક શ્લોક દ્વારા આચાર્ય કહે છે કે માણસે કદી આટલી વસ્તુઓ પર ઘમંડ ન રાખવો જોઈએ.

दाने तपसि शौर्यं वा विज्ञाने विनये नये ।
विस्मयो न हि कर्तव्यो बहुरत्ना वसुन्धरा ।।

આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે મનુષ્યને આટવી વસ્તુઓ પર ઘમંડ ન કરવો જોઈએ.

દાન ,તપ , બહાદુરી , વિદ્વતા સુશીલતા


ચાણક્ય કહે છે કે માનવમાં ક્યારેય અહંકારની ભાવના હોવી જોઈએ નહીં. કારણ કે આ પૃથ્વી પર એક કરતા વધારે દાતા, તપસ્વી, યોદ્ધા, વિદ્વાન અને નીપુણ વ્યક્તિઓ હાજર છે. ચાણક્ય આ શ્લોકમાં કહે છે કે દુષ્ટ લોકોનો સાથ છોડી દો અને સજ્જનોની સાથે રહો. રાત દિવસ સારા કાર્યો કરો અને હંમેશા ભગવાનને યાદ કરો. આ માણસનો ધર્મ છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિએ હંમેશા નમ્ર લોકો સાથે રહેવું જોઈએ અને દુષ્ટ વૃત્તિના લોકોથી દૂર રહેવું જોઈએ.

Related posts

કઈ રાશિમાં છે લવ મેરેજનો યોગ અને કઈ રાશિ વાળા લોકોને પ્રેમલગ્ન કરવામાં પડશે મુશ્કેલી

ValsadOnline

Swami Vivekanand

ValsadOnline

2021માં સૂર્ય ગ્રહણ અને ક્યારે થશે ચંદ્ર ગ્રહણ, જાણીલો

ValsadOnline