Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Astrology

ન્યાયપ્રિય દેવતા શનિદેવને તેલ કેમ ચઢાવવામાં આવે છે?

Jai-Shani-Dev-Valsad-ValsadOnline

શનિદેવ તમામ મનુષ્યોને તેમના કર્મના હિસાબથી ફળ આપે છે. જો કોઇ મનુષ્ય સારા કર્મ કરે છે તો તેના જીવનમાં શનિદેવ સુખ-સમૃદ્ધિની વર્ષા કરે છે. ત્યારે ખરાબ કર્મ કરનાર મનુષ્યને શનિદેવના ક્રોધનો શિકાર બનવો પડે છે. આ કારણથી તેનું જીવન નરકથી પણ ખરાબ થઇ જાય છે.

પૌરાણિક કથાઓ

શનિદેવને દર શનિવારે તેલ ચઢાવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે શનિવારના દિવસે શનિદેવ પર તેલ કેમ ચઢાવવામાં આવે છે? જાણો, તેના પાછળની કથાઓ.

એક પૌરાણિક કથા અનુસાર લંકાપતિ રાવણે પોતાની શક્તિના ઘમંડમાં બધા ગ્રહોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. રાવણે શનિદેવને બંધકગ્રહમાં ઊંધા લટકાવી દીધા હતા. આ સમયે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા ગયા હતા. રાવણે હનુમાનજીની પૂંછડીમાં આગ લગાડી ત્યારે તેમણે આખી લંકા જ સળગાવી દીધી હતી. લંકાના સળગવાથી બધા ગ્રહ મુક્ત થઇને ચાલ્યા ગયા, પરંતુ શનિદેવ બંધકગ્રહમાં જ ઊંધા લટકતા રહી ગયા.

આ દરમિયાન શનિદેવના શરીરમાં અસહનીય પીડા થઇ રહી હતી. આ પીડાથી આરામ અપાવવા માટે હનુમાજીએ શનિદેવના શરીર પર તેલની માલિશ કરી હતી. ત્યારબાદ શનિદેવને પીડાથી મુક્તિ મળી હતી. ત્યારે શનિદેવે કહ્યુ હતુ કે જે પણ ભક્ત સાચા મનથી મને તેલ અર્પણ કરશે તેમને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળી જશે. ત્યારથી શનિદેવ પર તેલ ચઢાવવામાં આવે છે.

Related posts

2021માં સૂર્ય ગ્રહણ અને ક્યારે થશે ચંદ્ર ગ્રહણ, જાણીલો

ValsadOnline

6 રાશિના જાતકોને માટે સારો સમય, પરંતુ મકર રાશિના લોકોએ સાવચેત રહેવું.

ValsadOnline

કઈ રાશિમાં છે લવ મેરેજનો યોગ અને કઈ રાશિ વાળા લોકોને પ્રેમલગ્ન કરવામાં પડશે મુશ્કેલી

ValsadOnline